મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: 288 બેઠકો માટે સાંજે 5.40 સુધી 54.23 ટકા મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: 288 બેઠકો માટે સાંજે 5.40 સુધી 54.23 ટકા મતદાન

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદના કારણે કેટલાક સ્થળોએ કિચડ થઈ ગયો છે. જેના કારણે હાલ લોકો મતદાન માટે ઓછા આવતા જોવા મળી રહ્યાં છે. બીએમસી આ જગ્યાઓનું સમારકામ કરીને તેને સમતોલ કરી રહી છે જેથી કરીને લોકો મતદાન કરી શકે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસના કદાવર નેતા અશોક ચૌહાણ અને તેમના પત્ની અમિતા ચૌહાણે નાંદેડમાં મતદાન કર્યું. અશોક ચૌહાણ કોંગ્રેસની ટિકિટ પરથી નાંદેડના ભોકરથી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપના સાંસદ પૂનમ મહાજને બાન્દ્રા પૂર્વમા મતદાન કર્યું. આ અગાઉ પૂનમ મહાજન વરલીથી મતદાન કરતા હતાં પરંતુ આ વખતે તેમણે સંસદીય વિસ્તાર ઉત્તર મધ્ય મુંબઈના બાન્દ્રા બીકેસીમાં ઘર શિફ્ટ કર્યું છે તો ત્યાંથી મતદાન કર્યું. 

સાંજે 5.40 સુધી 54.23 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં સેલિબ્રિટીઝે આગળ આવીને મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મતદાન કરવા પહોંચ્યા હતા. જાવેદ અખ્તર અને શબાના આઝમી પણ મતદાન કરવા પહોંચ્યા હતા. 

— ANI (@ANI) October 21, 2019

બપોરે 3:30 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન
મહારાષ્ટ્રમાં પણ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. બપોરે અઢી વાગ્યા સુધીમાં 30.76 ટકા મતદાન નોંધાયુ છે જ્યારે બપોરે 3:30 વાગ્યા સુધીમાં 40% મતદાન નોંધાયું છે. 

સવારે 11.40 વાગ્યા સુધી 14.19 ટકા મતદાન
સવારે 11.40 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 14.19 ટકા મતદાન નોંધાયું છે. 

— ANI (@ANI) October 21, 2019

સચિન તેન્ડુલકરે મત આપ્યો અને કરી અપીલ
પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે પત્ની અંજલી અને પુત્ર અર્જૂન સાથે બાન્દ્ર પશ્ચિમના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી. 

શિવસેના પ્રમુખે સહપરિવાર કર્યું મતદાન
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પત્ની રશ્મી, પુત્ર આદિત્ય અને તેજે બાન્દ્રા (પૂર્વ)માં મત આપ્યો. આદિત્ય ઠાકરે વરલી વિધાનસબા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. 

— ANI (@ANI) October 21, 2019

માધુરી, રિતેશ, જેનેલિયાએ કર્યું મતદાન
બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષીતે અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યું. જ્યારે રિતેશ દેશમુખ અને પત્ની જેનેલીયા ડિસૂઝાએ લાતૂરમાં મત આપ્યો. રિતેશના ભાઈ અમિત દેશમુખ લાતુર (સિટી) અને ધીરજ દેશમુખ લાતુર ગ્રામીણથી કોંગ્રેસના ઉમેદવાર છે. 

— ANI (@ANI) October 21, 2019

ભાજપ સાંસદ રવિકિશને ગોરેગાંવ અને પદ્મિની કોલ્હાપુરે અંધેરી વેસ્ટમાં કર્યું મતદાન
ભોજપુરી અભિનેતા અને ગોરખપુર યુપીના ભાજપના સાંસદ રવિ કિશને મુંબઈના ગોરેગાવ અને અભિનેત્રી અદ્મિની કોલ્હાપુરે અંધેરી વેસ્ટમાં મતદાન કર્યું. 

પ્રફુલ્લ પટેલ અને પત્ની વર્ષાએ ગોંદિયામાં કર્યું મતદાન
એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ અને તેમના પત્ની વર્ષાએ ગોંદિંયા વિધાનસભા બેઠકના એક મતદાન મથકે મતદાન કર્યું. અહીંથી ભાજપના ગોપાલ અગ્રવાલ અને કોંગ્રેસના અમર વરડે મેદાનમાં છે. 

સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં કર્યું મતદાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્ની અમૃતા ફડણવીસ અને માતા સરિતા સાથે નાગપુરના મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: વૃદ્ધ દંપત્તિએ મત આપીને લગ્નની 60મી વર્ષગાંઠ ઉજવી

વરલીમાં દંપત્તિએ મત આપીને 60મી વર્ષગાંઠ ઉજવી
વરલી વિસ્તારમાં એક વૃદ્ધ દંપત્તિએ પોતાના લગ્નની 60મી વર્ષગાંઠની ઉજવણી મત આપીને કરી. જગન્નાથ ભોંસલે(84)એ પત્ની સુમન (83) સાથે મતદાન કર્યું. ખાસ વાત એ હતી કે આજે તેમના લગ્નની 60મી વર્ષગાંઠ છે. મતદાન કરવા માટે આ દંપત્તિ ખાસ ગામડેથી મુંબઈ આવ્યું. અત્રે જણાવવાનું કે વરલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યાં છે.

સવારે 9 વાગ્યા સુધીમાં 1.09 ટકા મતદાન
મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં માત્ર 1.09 ટકા મતદાન નોંધાયુ છે. 

ભાજપ-શિવસેના 225 બેઠકો જીતશે
મતદાન કરવા માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ-શિવસેના લગભગ 225 બેઠકો જીતશે. વિપક્ષની વિશ્વસનીયતા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ ક્યાંય ચૂંટણી મુકાબલામાં નથી. લોકો મોદીજી અને ફડણવીસજીની સાથે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પત્ની કંપન સાથે મતદાન કર્યું. તેમણે કહ્યું કે આજે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે અને લોકો મતદાન કરીને લોકતંત્રને મજબુત બનાવે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે મત આપતા પહેલા સિદ્ધિવિનાયક મંદિરે ગયા અને બાપ્પાના આશીર્વાદ મેળવ્યાં.  

— ANI (@ANI) October 21, 2019

મોહન ભાગવત, અજીત પવારે કર્યું મતદાન
મતદાન શરૂ થતા જ સૌથી પહેલા મત આપનારાઓમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુંબઈના પૂર્વ એડિશનલ પોલીસ કમિશનર જૂલિયો રિબેરો (વરલી), અભિનેત્રી શોભા ખોટે (અંધેરી ઈસ્ટ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નેતા અજીત પવાર હતાં. એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર બારામતી વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો ભાજપના ગોપીચંદ પડાલકર સામેલ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપ-શિવસેના અને વિપક્ષી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે મુકાબલો છે. 

— ANI (@ANI) October 21, 2019

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. દેશના અનેક ભાગમાં પેટાચૂંટણીઓ થઈ રહી છે. આ રાજ્યો અને બેઠકોના મતદારોને અપીલ કરુ છું કે રેકોર્ડ મતદાન કરીને લોકતંત્રના આ પર્વને સમૃદ્ધ બનાવો. હું આશા રાખુ છું કે યુવા મતદારો આગળ આવીને આ પર્વમાં ભાગ લેશે. 

જુઓ LIVE TV

મહારાષ્ટ્રમાં ભાજપ સતત બીજીવાર જીત માટે કોશિશમાં છે અને તે 164 બેઠકો પર  ચૂંટણી લડી રહી છે. જેમા તેના કમળના નિશાન પર ચૂંટણી લડનારા નાના સહયોગી પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે. શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે 147 અને સહયોગી પક્ષ એનસીપીએ 121 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. બીજી પાર્ટીઓની વાત કરીએ તો રાજ ઠાકરેના નેતૃત્વવાળી એમએનએસએ 101 ઉમેદવાર, સીપીઆઈએ 16, સીપીએમએ આઠ ઉમેદવારો ઉતાર્યા છે. સૌથી વધુ ઉમેદવારો બીએસપીએ ઉતાર્યા છે. બીએસપી 262 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કુલ 1400 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 

મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોની ત્રણ લાખથી વધુ કર્મીઓની તહેનાતી કરાઈ છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 235 મહિલાઓ સહિત 3237 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જેના પર સાડા છ લાખ કર્મચારીઓ તહેનાત છે. રાજ્યમાં કુલ 8.97 કરોડ મતદારો છે જેમાંથી 4.68 કરોડ પુરુષો અને 4.28 કરોડ મહિલાઓ છે. આ સાથે જ 2634 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news