મહારાષ્ટ્રના DyCM અજીત પવારને થયો કોરોના, હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર કોરોના પોઝિટિવ થયા છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ અજીત પવાર સુરક્ષા હેતુસર મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્વીટ કરીને આપી. 

મહારાષ્ટ્રના DyCM અજીત પવારને થયો કોરોના, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર કોરોના પોઝિટિવ થયા છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ અજીત પવાર સુરક્ષા હેતુસર મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્વીટ કરીને આપી. 

અજીત પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મરાઠીમાં લખ્યું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી તબિયત ઠીક છે. સુરક્ષા કારણોસર ડોક્ટરની સલાહ પર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયો છું. તેમણે બીજી ટ્વીટમાં લખ્યું કે રાજ્યના નાગરિક, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પદાધિકારીઓ, કાર્યકરો સહિત રાજ્યના તમામ રાજકીય પક્ષોના નેતાઓને બતાવવા માંગુ છું કે ચિંતાની કોઈ વાત નથી. 

— Ajit Pawar (@AjitPawarSpeaks) October 26, 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16 લાખ 45 હજાર 20 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 43 હજાર 264 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news