નાંદેડઃ Maharashtra Hospital Video: મહારાષ્ટ્રમાં નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 લોકોના મોતનો મામલો ઉગ્ર બની રહ્યો છે. હોસ્પિટલમાં મોતની ઘટના ચર્ચામાં આવ્યા બાદ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શિવસેનાના સાંસદના નિર્દેશ પર હોસ્પિટલના ડીન શૌચાલય સાફ કરી રહ્યાં છે. શિવસેના (શિંદે ગ્રુપ) ના સાંસદ હેમંત પાટિલે મંગળવારે શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ખરાબ શૌચાલય જોઈ પાટિલે હોસ્પિટલના ડીન શ્યામરાવ વાકોડેને પકડી લીધા અને તેને સાફ કરવાનું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોઈશ કાય છે કે ડીન શૌચાલયની સફાઈ કરી રહ્યાં છે અને સાંસદ પાણીનો પાઇપ પકડી ઉભા છે. સાંસદ પાટિલને શૌચાલયમાં પાણી છાંટતા જોઈ શકાય છે, જ્યારે ડીનને વાઇપરથી સફાઈ કરતા જોઈ શકાય છે. 


આ પહેલા સોમવારે હોસ્પિટલે 24 કલાકમાં 24 મોતની માહિતી આપી હતી અને મંગળવારે 48 કલાકમાં આ સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. 71 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. વાકોડેએ સોમવારે મેડિકલ બેદરકારીના આરોપોને નકારી દીધા હતા. તેમણે કહ્યું કે દવાઓ કે ડોક્ટરોની કોઈ કમી નથી. દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવી, પરંતુ તેણે સારવાર પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. 


વિદેશમાં યોગ્ય અભ્યાસક્રમ અથવા કૉલેજ પસંદ કરવા માટેની આ છે ટિપ્સ, પડોશીને પણ આપજો


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મહારાષ્ટ્રના નાંદેડની એક સિવિલ હોસ્પિટલમાં 12 બાળકો સહિત 24 દર્દીઓના મોતના સમાચાર દર્દનાક, ગંભીર અને ચિંતાજનક છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દર્દીઓના મોત દવાઓ અને સારવારની કમીને કારણે થયા છે. આવી એક ઘટના ઓગસ્ટ 2023માં ઠાણેની સરકારી હોસ્પિટલમાં બની હતી, જેમાં 18 દર્દીઓના મોત થયા હતા. કોંગ્રેસ પ્રમુખે વિસ્તૃત તપાસ અને દોષિતોને સજા આપવાની માંગ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube