Maharashtra માં કોરોના વિસ્ફોટ, 49 હજારથી વધુ નવા કેસ, 277 લોકોના મૃત્યુ

Corona in maharashtra: મહારાષ્ટ્રની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અહીં નવા કેસની સંખ્યા દરરોજ રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 49447 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. 

Maharashtra માં કોરોના વિસ્ફોટ, 49 હજારથી વધુ નવા કેસ, 277 લોકોના મૃત્યુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ (Maharashtra Corona News) ના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 49 હજાર 447 નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 277 દર્દીઓના મૃત્યુ થયા છે. આ નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 29 લાખ 53 હજાર 523 સુધી પહોંચી ગઈ છે. 

તો 277 મૃત્યુની સાથે મહારાષ્ટ્રમાં કોરોના અત્યાર સુધી 55 હજાર 656 લોકોના જીવ લઈ ચુક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી 37821 લોકો રિકવર થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા લોકોની સંખ્યા 24 લાખ 95 હજાર 315 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના 4 લાખ 1 હજાર 172 એક્ટિવ કેસ છે. 

Active cases: 4,01,172
Total recoveries: 24,95,315
Death toll: 55,656 https://t.co/6iHnetWTkN pic.twitter.com/AIaOzQKN7D

— ANI (@ANI) April 3, 2021

મુંબઈમાં કોરોના વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ મુંબઈમાં સામે આવી રહ્યાં છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 9090 નવા કેસ સામે આવ્યા અને 27 લોકોના મૃત્યુ થયા છે. તો નાગપુરમાં આજે 3720 નવા કેસ અને 4 લોકોના મૃત્યુ થયા છે. 

પુણેમાં કર્ફ્યૂ લાગૂ
પુણે સિટી પોલીસના સંયુક્ત કમિશનર રવીન્દ્ર શિસ્વેએ જણાવ્યુ કે, આજથી પુણે શહેરમાં તમામ મોલ અને સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, તથા ભોજનની દુકાનો બંધ છે. સાંજે 6 કલાકથી કર્ફ્યૂ લાગ્યૂ છે. જરૂરી સેવાઓ માટે ટ્રાવેલ કરવાની મંજૂરી હશે. જગ્યાએ-જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news