નાથૂરામે જ કરી હતી ગાંધીજીની હત્યા ફેર તપાસની જરૂર નહી

મહાત્મા ગાંધીની હત્યા કોઇ અન્ય વ્યક્તિએ કરી હોવાની થિયરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી

નાથૂરામે જ કરી હતી ગાંધીજીની હત્યા ફેર તપાસની જરૂર નહી

નવી દિલ્હી : મહાત્મા ગાંધીની હત્યા કોઇ બીજાએ નહી પરંતુ નાથુરામ ગોડ્સેએ જ કરી હતી. એમીક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) અમરેન્દ્ર શરણે આમુદ્દે પોતાનો અહેવાલ સોમવારે સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. એમિક્સ ક્યૂરોનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેનાં કોઇ પુરાવા નથી મળતા કે મહાત્મા ગાંધીની હત્યા નાથૂરામ ગોડ્સે ઉપરાંત કોઇ અન્ય વ્યક્તિએ કરી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે, ચોથી ગોળીની થિયરી પણ કોઇ પણ રીતે સાબિત નથી થતી.તેનો કોઇ પુરાવો મળતો નથી.

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ 4 હજાર પાનાની ટ્રાયલ કોર્ટનો રિપોર્ટ વર્ષ 1969ની જીવન લાલ કપૂર ઇન્કવાયરી કમીશનનો રિપોર્ટનાં આધાર પર એમીક્સ ક્યૂરીએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે બીજીવાર તપાસની જરૂર નથી. મુંબઇનાં સંશોધક અને અભિનવ ભારતનાં ન્યાસી ડો. પંકજ ફડણવીસે ઓક્ટોબર 2017માં મહાત્મા ગાંધીની હત્યાની ફરી તપાસની માંગ કરતા એક અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ઇતિહાસનાં સૌથી મોટા કવર અપ્સ રહ્યું છે.

નાથૂરામ વિનાયક ગોડસેએ 30 જાન્યુઆરી 1948એ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી દીધી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાપૂની હત્યા એક રહસ્યમયી વ્યક્તિએ કરી છે. તે વ્યક્તિએ ચોથી ગોળી ચલાવી જે ગાંધીજીનાં મોત માટે જવાબદાર છે.
 

કોર્ટે એમીક્ય ક્યુરીની રચના કરી
બાપુની હત્યા ફરીવાર તપાસની માંગ અંગે કોઇ વિચાર કરતા પહેલા કોર્ટનાં વરિષ્ઠ અધિવક્તા અમરેન્દ્ર શરણને એમીક્સ ક્યુરી (ન્યાયમિત્ર) નિયુક્ત કર્યા. ન્યાયમૂર્તી એમએ બોબડે અને ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વર રાવની પીઠે આ મુદ્દે કોર્ટની મદદ કરવા માટે વરિષ્ઠ અધિવક્તા અને પૂર્વ અતિરિક્ત સોલિસિટર જનરલ અમરેન્દ્ર શણને ન્યાયમિત્ર નિયુક્ત કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news