Makar Sankranti 2021 Grah Yog: મકર સંક્રાંતિ પર બની રહ્યો આ ગ્રહોનો દુર્લભ યોગ, લાવશે સુખ-સમૃદ્ધિ

કોરોના સંક્રમણ (Coronavirus) ના લીધે જ્યાં વર્ષ 2020 કોઇ માટે ખાસ રહ્યું નહી, તો બીજી તરફ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ બાદ તમામ રાશિઓમાં શુભ સંકેત (Makar Sankranti Shubh Yog) જોવા મળે છે.

Makar Sankranti 2021 Grah Yog: મકર સંક્રાંતિ પર બની રહ્યો આ ગ્રહોનો દુર્લભ યોગ, લાવશે સુખ-સમૃદ્ધિ

નવી દિલ્હી: આ વર્ષે મકર સંક્રાંતિની તિથિ (Makar Sankranmti 2021 Date) ને લઇને કોઇપણ પ્રકારનું કંફ્યૂજન નથી. દેશભરમાં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વખતે ધ્વજ યોગમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદથી તમામ રાશીઓના જાતકોની કિસ્મત બદલાવવાનું શરૂ થશે. 

કોરોના સંક્રમણ (Coronavirus) ના લીધે જ્યાં વર્ષ 2020 કોઇ માટે ખાસ રહ્યું નહી, તો બીજી તરફ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ બાદ તમામ રાશિઓમાં શુભ સંકેત (Makar Sankranti Shubh Yog) જોવા મળે છે. પંડિત દેવસ્ય મિશ્ર જ્યોતિષાચાર્યના અનુસાર શ્રવણ નક્ષત્રમાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ધ્વજ યોગ બને છે. આ એક શુભ યોગ છે અને ઘણી રાશિઓ માટે ફળદાયી રહેશે.

મકર સંક્રાંતિ પર બની રહ્યા છે ત્રણ શુભ યોગ
14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં સવારે 8.14 વાગે પ્રવેશ કરશે. આ સમયે શ્રવણ નક્ષત્ર ઉદિત રહેશે અને આખો દિવસ તેનો પ્રભાવ રહેશે. આ દિવસે મકર રાશિમાં સૂર્યના આગમનથી 5 ગ્રહોના શુભ સંયોગ બનશે. તેમાં સૂર્ય, બુધ, ગુરૂ, ચંદ્રમા અને શનિ સામેલ હશે. એવામાં મકર સંક્રાંતિ (Makar Sankranti 2021)ના અવસર પર એકસાથે ત્રણ શુભ યોગ બની રહ્યા છે, જેમાં બુધાદિત્ય, ગજકેસરી અને ધ્વજ યોગ સામેલ છે.

આ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી 
મેષ રાશિ- મકર સંક્રાંતિના અવસર પર બની રહેલા આ શુભ યોગનો પ્રભાવ (Makar Sankranti Shubh Yog) મેષ રાશિ (Aries)ના જાતકો પર સારો રહેશે. તેના પ્રભાવથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન આગમનના નવા રસ્તા પણ ખુલશે. તેના કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે અને તમામ કાર્યોમાં ઇચ્છાનુસાર ફળ મળશે. 

કર્ક રાશિ- મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગની કર્ક રાશિ (Cancer)ના લોકો પર ખાસ પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ થશે અને આ રાશિની મહિલાઓને પણ લાભ થશે. તેમને અચાનકથી ધન લાભ થશે.  

કન્યા રાશિ- મકર સંક્રાતિ પર પડનાર શુભ યોગની કન્યા રાશિ (Virgo)ના લોકો પર એકદમ શુભ પ્રભાવ પડશે. તેમની પ્રતિષ્ઠામાં વધારો થશે અને નોકરીમાં પણ પ્રમોશન મળશે.

તુલા રાશિ- તુલા રાશિ (Libra)ના જાતકો પર સૂર્યના ઉત્તરાયણ હોવાથી શુભ પ્રભાવ પડશે. સાથે જ ઇચ્છાના અનુરૂપ પરિણામ પ્રાપ્ત થશે અને ધનના મામલે આ સંક્રાંતિ તમારા માટે પણ શુભ સાબિત થઇ શકે છે. આ સાથે જ સૂર્ય તમારી રાશિથી નિકળીને પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. અત્યાર પડનાર શુભ યોગ તમને પણ દરેક પ્રકારના શુભ ફળ પ્રદાન કરશે. 

મીન રાશિ- મીન રાશિ (Pisces)ના જાતકો માટે શુભ યોગનો ખાસ પ્રભાવ થવાનો છે. લાભના સ્થાનમાં સૂર્યના આગમનથી તમને ધનમાં વૃદ્ધિના પૂર્ણ સંકેત છે. આવા જાતકોને વિભિન્ન સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news