શાહના નિવેદન પર મમતા બેનર્જીનો પલટવાર, બોલ્યા- કેન્દ્રીય ગૃહમંત્રીએ જે કહ્યું તે માત્ર જૂઠ છે


West Bengal Politics News Updates: મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહે એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં આવીને સરકાર પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તે માત્ર ખોટી વાતો છે. મમતાએ કહ્યુ કે, અમિત શાહે તથ્યોની તપાસ કર્યા વગર આરોપ લગાવ્યા છે. 

શાહના નિવેદન પર મમતા બેનર્જીનો પલટવાર, બોલ્યા- કેન્દ્રીય ગૃહમંત્રીએ જે કહ્યું તે માત્ર જૂઠ છે

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee)એ સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર જોરદાર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહે એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં આવીને સરકાર પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તે માત્ર ખોટી વાતો છે. મમતાએ કહ્યુ કે, અમિત શાહે તથ્યોની તપાસ કર્યા વગર આરોપ લગાવ્યા છે. તેઓ કાલે એટલે કે મંગળવારે અમિત શાહના હુમલાનો વિગતવાર જવાબ આપશે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, હાલના સમયમાં ભાજપના નેતા ગમે તે બોલી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ભાજપ એક 'છેતરનાર' પાર્ટી છે, રાજનીતિ માટે ગમે તે કરી શકે છે. અમે સીએએનો વિરોધ કરી રહ્યાં છીએ કારણ કે તે કાયદાના રૂપમાં પસાર કરવામાં આવ્યો હતો. તે (ભાજપ) નાગરિકોના ભાગ્યનો નિર્ણય ન કરી શકે. તેને પોતાના ભાગ્યનો નિર્ણય કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીની વિરુદ્ધ છીએ. 

— ANI (@ANI) December 21, 2020

— ANI (@ANI) December 21, 2020

29 ડિસેમ્બરે રેલી કરશે મમતા બેનર્જી
અમિત શાહની રેલીના જવાબમાં મમતા બેનર્જી પણ રેલી કરવાનો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, હું 28 ડિસેમ્બરે એક વહીવટી બેઠક માટે બીરભૂમ જઈ રહી છું. હું 29 ડિસેમ્બરે એક રેલી કરીશ. 

અમિત શાહે મમતા પર લગાવ્યા હતા આ આરોપ
એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે દેશ આઝાદ થયો તો દેશના ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં બંગાળની ભાગીદારી 30 ટકા હતી, આજે 3 ટકા છે. તે માટે કોણ જવાબદાર છે. પ્રતિ વ્યક્તિ આવક 1960મા મહારાષ્ટ્રના મુકાબલે આશરે બમણી હતી, આજે અડધી રહી નથી. આખરે કોણ જવાબદાર છે. 1960મા બંગાળ ભારતના સૌથી અમીર રાજ્યોમાં સામેલ હતું, હવે ખુબ નીચે છે. કોણ જવાબદાર છે? અમિત શાહે કહ્યુ કે, 1950ના દાયકામાં દેશની ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં લગભગ 70 ટકા હિસ્સો બંગાળનો હતો, આજે 7 ટકા. કોણ જવાબદાર છે. જૂટ ઉદ્યોગ બરબાદ થઈ ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news