દિલ્હી એરપોર્ટ પર 100 આઈફોન એક્સ સાથે મુસાફરની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ગુપ્તચર વિભાગને આ વ્યક્તિના શુક્રવારે ફોનની સાથે એરપોર્ટ આવવાની સૂચના મળી હતી. આ વ્યક્તિ દુબઈથી ફ્લાઇટ નંબર 6E048થી દિલ્હી આવ્યો હતો. 

Updated By: May 6, 2018, 07:35 PM IST
દિલ્હી એરપોર્ટ પર 100 આઈફોન એક્સ સાથે મુસાફરની ધરપકડ
ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર કસ્ટમ અધિકારીએ એક વ્યક્તિને 100 આઈફોન એક્સ હેન્ડસેટની સાથે ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે શુક્રવારે દુબઈથી આવેલા 53 વર્ષિય વ્યક્તિની ફોન સાથે ધરપકડ કરવામાં આવી હતી. 

કસ્ટમના એડિશનલ કમિશ્નર અમનદીપ સિંહે કહ્યું, વ્યાપક તપાસ દરમિયાન તેના બેગમાંથી 85.61 લાખ રૂપિયાની કિંમતના 100 આઈફોન હેન્ડસેટ જપ્ત કરવામાં આવ્યા. 

ઉલ્લેખનીય છે કે, ગુપ્તચર વિભાગને આ વ્યક્તિના શુક્રવારે ફોનની સાથે એરપોર્ટ આવવાની સૂચના મળી હતી. આ વ્યક્તિ દુબઈથી ફ્લાઇટ નંબર 6E048થી દિલ્હી આવ્યો હતો. કસ્ટમ એક્ટ 1962ની કલમ 110 હેઠળ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને કલમ 104 હેઠળ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે આઈફોન એક્સ ભારતની અપેક્ષાએ દુબઈમાં સસ્તા છે. ભારતમાં આઈફોન એક્સના બેઝ મોડલની કિંમત  95,390 (64GB સ્ટોરેજ) અને 108,930 (256GB ) રૂપિયા છે. જ્યારે દુબઈમાં આ કિંમત 78,294 અને 90,318 રૂપિયા છે.