FB પર યુવતીની ફેક પ્રોફાઈલ બનાવીને પોલીસકર્મી સાથે પ્રેમાલાપ કરવો યુવકને ભારે પડ્યો

ફેસબુક પર ખોટી પ્રોફાઈલ બનાવીને છોકરીઓને ફસાવતા યુવકોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ચેન્નાઈમાં એક યુવકે આમ કરવું અત્યંત ભારે પડી ગયું.

Updated By: Jan 27, 2018, 12:34 PM IST
FB પર યુવતીની ફેક પ્રોફાઈલ બનાવીને પોલીસકર્મી સાથે પ્રેમાલાપ કરવો યુવકને ભારે પડ્યો
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: ફેસબુક પર ખોટી પ્રોફાઈલ બનાવીને છોકરીઓને ફસાવતા યુવકોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ચેન્નાઈમાં એક યુવકે આમ કરવું અત્યંત ભારે પડી ગયું. યુવકે આ બદલ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. કહેવાય છે કે એક પોલીસકર્મીએ યુવકની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપી પોલીસકર્મીની પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો. 

યુવતી બનીને પોલીસકર્મીને ફસાવ્યો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ આરોપી કોન્સ્ટેબલ કન્નન કુમાર એક યુવતી સાથે ફેસબુક પર ચેટ કર્યા કરતો હતો. ચેટ બાદ બંને વચ્ચે ફોન ઉપર પણ વાતચીત શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું કે યુવક ઝીણો અવાજ કાઢીને પોલીસકર્મી સાથે યુવતીના અવાજમાં વાત કરતો હતો જેથી કરીને તેની ઓળખ જાહેર ન થાય. આ દરમિયાન કન્નનને 'યુવતી' સાથે પ્રેમ થઈ ગયો. 

કોન્સ્ટેબલ કન્નન કુમારે વિરુધનગર જિલ્લામાં સા્થિત પોતાના ગામ જવા માટે 10 દિવસની રજા લીધી અને 'યુવતી'ને મળવા માટે પહોંચી ગયો. બસ.. ત્યારે ખુલાસો થયો કે જેને તે યુવતી સમજી બેઠો અને પ્રેમ કર્યો તે વાસ્તવમાં તો એક યુવક છે. આ વાતનો ખુલાસો થતા જ કન્નન નારાજ થયો અને તેનો પિત્તો ગયો. તેણે પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને ફેસબુક પર ચેટ કરતા 22 વર્ષના એસ અય્યનરની હત્યા કરી નાખી. 

ઘટના બાદ પોલીસ કોન્સ્ટેબલ હાલ ફરાર છે. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક યુવક યુવતી બનીને પોલીસકર્મી પાસેથી રૂપિયા પડાવવા માંગતો હતો. આ કામ માટે જ તેણે એફબી પર યુવતીની ખોટી પ્રોફાઈલ બનાવી હતી.