)
Rampur News: ઉત્તર પ્રદેશના રામપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા પોતાના પ્રેમી સાથે આશરે 10 વખત ભાગી ચૂકી છે. જાણકારી પ્રમાણે આ મહિલા પરિણીત છે. જ્યારે તે પ્રેમી સાથે ભાગી ગઈ તો પંચાયત બોલાવવામાં આવી. આ પંચાયતમાં પતિ-પત્ની અને વો'નો ડ્રામા જોવા મળ્યો હતો. હકીકતમાં પંચાયત તે નિર્ણય કરવા બોલાવવામાં આવી હથી જેથી તે નક્કી કરી શકાય કે મહિલા પોતાના પતિ સાથે રહેશે કે પ્રેમી સાથે રહેશે. પરંતુ મહિલાએ પંચાયતમાં એવી વાત કહી જેથી ત્યાં હાજર બધા લોકો દંગ રહી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહિલાએ કહ્યું કે તે બંને સાથે રહેશે.
10 વખત પ્રેમી સાથે ભાગી ચૂકી છે મહિલા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મહિલા આશરે 10 વખત પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા અજીમ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તેના લગ્ન નજીકમાં રહેતા યુવક સાથે થયા હતા. થોડા દિવસ બાદ આ યુવતીને બીજા યુવક સાથે અફેર થયું. ત્યારબાદ આ યુવક સાથે જવાનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધી 10 વખત બંને ભાગી ગયા હતા. ત્યારબાદ પંચાયત રાખવામાં આવી, જેમાં મહિલાએ પોતાની વાત રજૂ કરી હતી.
પંચાયતમાં હાજર લોકો પણ વિચારમાં પડી ગયા
આ યુવતીને જ્યારે પૂછવામાં આવ્યું કે તારે કોની સાથે રહેવાનું છે. તેના પર મહિલાએ કહ્યું કે હું બંને સાથે રહેવા ઈચ્છું છું. તે માટે મહિલા 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પ્રેમી સાથે રહેશે. યુવતીનો આ જવાબ સાંભળી લોકો ચોંકી ગયા હતા. એટલું જ નહીં યુવતીના પતિએ પણ હાથ જોડતા કહ્યું કે તું પ્રેમી સાથે રહે. લોકોનું આ મુદ્દે કહેવું છે કે તેમણે આ પ્રકારનો કેસ ક્યારેય જોયો નથી. યુવતીના આ પ્રસ્તાવને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યાં છે.