નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર કે જેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે તે આજથી 25 વર્ષ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથે પકડાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 1994માં જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, તે પાકિસ્તાની છે અને ભારતમાં પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે પ્રવેશ્યો છે. ભારતીય એજન્સીઓએ આ ધરપકડ પછી મસૂદ અઝહરે કરેલી કબૂલાતને પુરાવા તરીકે રજૂ કરી હતી. ઝી ન્યૂઝે મસૂદ અઝહરની પુછપરછનો એ રિપોર્ટની નકલ તપાસ અધિકારીઓ પાસેથી વિશેષ રૂપે મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો. 


જાણો ભારતમાં પકડાઈ ગયા પછી પુછપરછમાં મસૂદે કરેલી કબૂલાત તેના જ શબ્દોમાં...
"હું કરાચીથી 26 જાન્યુઆરી, 1994ના રોજ નિકળ્યો હતો અને ઢાકા પહોંચ્યો હતો. ઢાકાની હોટલ પ્રીતમમાં રોકાયો હતો અને મોલાના કલામુલ્લાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. મને જાણવા મળ્યું કે તેઓ સાઉદી અરેબિયા નિકળી ગયા છે. હું ઢાકામાં બે દિવસ રોકાયો અને પછી બાંગ્લાદેશ એરલાઈન્સ (બીમાન) દ્વારા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 29, જાન્યુઆરી, 1994ના રોજ વહેલી સવારે પહોંચ્યો હતો." 


જાણો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શું કહ્યું...


"IGI એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીઓએ જ્યારે મને પુછ્યું કે હું પોર્ટુગીઝ જેવો દેખાતો નતી ત્યારે મેં જવાબ આપ્યો કે હું ગુજરાતી મૂળનો છું. આ જાણ્યા બાદ તેમણે જરા પણ ખચકાયા વગર મારા પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી આપ્યો હતો. અહીંથી મેં એક ટેક્સી ભાડે કરકી અને સારી હોટલ માટે પુછ્યું. હું ચાણક્યપુરીમાં આવેલી અશોકા હોટલમાં રોકાયો. રાત્રી રોકાણ દરમિયાન મેં અશરફ દારને તેના દિલ્હીના ટેલિફન પર કોલ કર્યો અને તેને મારા આગમનની જાણ કરી."


"બીજા દિવસે સવારે (29-1-1994) અશરફ દાર અશોકા હોટલ આવ્યો. તેની સાથે અબુ મેહમુદ, અમીર હુઆ અને જમ્મુ હતા. મેં દેવબંદ જઈને દેવબંદી ઉલેમાઓની કબર પર ફાતેહા પઢવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી, અશરફ દાર મને તેની મારૂતી કારમાં દેવબંદ લઈ ગયો. અમારી સાથે અબુ મેહમુદ પણ હતો. અમે દારૂલ-ઉલૂમ-દેવબંદમાં એક રાત રોકાયા."


વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન


masood azhar by on Scribd


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...