કાશ્મીર મુદ્દે ભારતે આંખ ફેરવીને કહી દીધુ, 'કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ ન કરે, PoK ખાલી કરે પાકિસ્તાન'

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અધિકૃત  કાશમીર (પીઓકે) વિશે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું. 

કાશ્મીર મુદ્દે ભારતે આંખ ફેરવીને કહી દીધુ, 'કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ ન કરે, PoK ખાલી કરે પાકિસ્તાન'

ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે જમ્મુ અને કાશ્મીર સંલગ્ન કોઈ પણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે. કોઈ ત્રીજા પક્ષની તેમાં કોઈ ભૂમિકા નહીં રહે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ખાલી કરવું પડશે. તેમણે એ પણ દોહરાવ્યું કે ભારતની આ નીતિ લાંબા સમયથી રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. 

વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું કે 10મી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત બાદ સશ્ત્ર વિરામ પર સહમતી બની હતી. પાકિસ્તાન તરફથી આ વાતચીત માટે ભલામણ તે દિવસે સવારે 12.37 વાગે કરાઈ હતી, કારણ કે ટેક્નિકલ કારણોસર તેઓ હોટલાઈનના માધ્યમથી ભારત સાથે સંપર્ક કરી શક્યા નહતા. ત્યારબાદ ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે 15.35 વાગે કોલ નક્કી કરાયો. 

— ANI (@ANI) May 13, 2025

ભારતે સ્પષ્ટ કર્યું કે આ પાકિસ્તાનની મજબૂરી હતી, કારણ કે તે દિવસે સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુખ્ય એરફોર્સ ઠેકાણાઓ પર અત્યંત પ્રભાવી હુમલા કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ભારતીય સૈન્યબળની તાકાત હતી કે જેણે પાકિસ્તાનને ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે મજબૂર  કર્યા. 

વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે અન્ય દેશોની સાથે વાતચીતમાં ભારતે એક જ સંદેશ આપ્યો કે તે 22 એપ્રિલના આતંકી હુમલાના જવાબમાં ફક્ત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. જો પાકિસ્તાની સેના ગોળી ચલાવશે તો ભારતીય સેના પણ જવાબ આપશે. પરંતુ જો પાકિસ્તાન અટકશે તો ભારત પણ અટકશે. આ સંદેશ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર શરૂ થયું તે સમયે પણ આપવામાં આવ્યો હતો, જેને તે સમયે તેણે અવગણ્યું હતું. 

— ANI_HindiNews (@AHindinews) May 13, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વેપાર પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થવાથી લઈને 10 મેના રોજ ફાયરિંગ અને અન્ય સૈન્ય કાર્યવાહી બંધ થવા પર સહમતિ થઈ ત્યાં સુધી ભારતીય અને અમેરિકી નેતાઓ વચ્ચે પેદા થતા સૈન્ય હાલાત ઉપર વાતચીત  થઈ. જેમાંથી કોઈ પણ ચર્ચામાં વેપારનો મુદ્દો ઉઠ્યો નથી. 

— ANI_HindiNews (@AHindinews) May 13, 2025

વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે CCS (સુરક્ષા પર કેબિનેટ સમિતિ)ના નિર્ણય બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરાઈ છે. હું તમને થોડો પાછળ લઈ જવા ઈચ્છીશ. સિંધુ જળ સંધિ સદભાવના અને મિત્રતાની ભાવનાથી થઈ હતી, જેમ કે સંધિની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. જો કે પાકિસ્તાને અનેક દાયકાઓથી સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપીને આ સિદ્ધાંતોને સ્થગિત કર્યા છે. હવે CCS ના નિર્ણય મુજબ ભારત સંધિને ત્યાં સુધી સ્થગિત રાખશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદપાર આતંકવાદ માટે પોતાના સમર્થનને વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે ત્યાગ ન કરે. જળવાયુ પરિવર્તન, જનસાંખ્યિકીય બદલાવ અને ટેક્નિકલ ફેરફારોએ જમીન ઉપર પણ નવી વાસ્તવિકતાઓને જન્મ આપ્યો છે. 

જુઓ વિગતવાર માહિતી માટે Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news