મેરઠ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, આરોપી પત્નીએ કહ્યું- 'મેં હત્યા નહીં વધ કર્યો'

મેરઠના ચોંકાવનારા સૌરભ હત્યાકાંડમાં હવે તંત્રમંત્રનો એંગલ પણ સામે આવી રહ્યો છે. પોલીસને મુસ્કાનનો સાથ આપનારા પ્રેમી સાહિલના ઘરેથી અજીબોગરીબ વસ્તુઓ મળી છે. 

મેરઠ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, આરોપી પત્નીએ કહ્યું- 'મેં હત્યા નહીં વધ કર્યો'

મેરઠથી એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે આખો દેશ હચમચી ગયો છે. પતિ પત્ની અને વોની આ કહાની જે જાણે છે તેને જાણે હવે સાચા પ્રેમ પર વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે. યુવક યુવતીએ લવમેરેજ કર્યા અને પછી પતિ લંડન ગયો ત્યારબાદ યુવતીએ જે કાંડ કર્યો તેના પરિણામ ચોંકાવનારા આવ્યા.હત્યાની આ ખૌફનાક કહાનીમાં એક મૃત માતા પણ છે જેના વિશે એવું કહેવાય છે કે પત્નીનો પ્રેમી વાતો કર્યા કરતો હતો. આ કહાની તમને ચોંકાવી દેશે. કારણે વાર્તામાં તંત્ર મંત્રનો પણ એંગલ આવે છે. 

પ્રેમી સાથે મળીને પતિની હત્યા, તેના 15 ટુકડાં કર્યા અને ડ્રમમાં સિમેન્ટથી પેક કરનારી મુસ્કાન ખુબ શાતિર છે. તેણે દિવ્ય શક્તિ અને પરલૌકિક શક્તિઓનો હવાલો આપીને પ્રેમીને સમજાવ્યો અને હ્યું કે દેવી માતાએ સૌરભનો વધ કરવા માટે  કહ્યું છે. આ હત્યાકાંડમાં તંત્ર મંત્રનો ચોંકાવનારો એંગલ પણ સામે આવી રહ્યો છે. પોલીસને વારદાતમાં મુસ્કાનનો સાથ આપનારા પ્રેમી સાહિલના ઘરમાંથી અજીબોગરીબ વસ્તુઓ મળી છે. તેના ઘરમાં પણ અંદર અનેક રહસ્યો છૂપાયેલા છે. આ ઘરમાં સાહિત સૌરભની હત્યા કર્યા બાદ તેનું માથું અને બે હાથ બેગમાં રાખીને લાવ્યો હતો. પોલીસે આ ઘરની તલાશી લીધી તો એક અલગ જ નજારો જોવા મળ્યો. દીવાલો ઘણું બધુ કહતી હતી. સાહિલે આ દીવાલો પર ભગવાન ભોલે શંકરની તસવીર બનાવેલી હતી. આ ઉપરાંત તંત્રક્રિયા સંલગ્નએક મોટું ચિત્ર પણ જોવા મળ્યું. સ્કેચ પેનની મદદથી તેણે આ બધી તસવીરો બનાવી હતી. રૂમમાં એક બિલાડી પણ હતી જે સાહિલની પાળતું બિલાડી હોવાનું કહેવાય છે. અંગ્રેજીમાં કેટલાક વાક્યો હત્યારા સાહિલની માનસિક સ્થિતિ દર્શાવતા હતા. મોડી રાતે પોલીસે આ મકાન સીલ કરી દીધું. 

એસપી સિટી આયુષ વિક્રમ સિંહે પોલીસ લાઈનમાં સૌરભ હત્યાકાંડનો સનસનીખેજ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે સૌરભને દારૂ પીવાની લત હતી. મુસ્કાનનો પતિ સાથે વિવાદ હતો. બીજી બાજુ મુસ્કાનનો 2019થી જૂના સાથે સાહિલ સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. જેના કારણે મુસ્કાને પતિ સૌરભની હત્યાનું પ્લાનિંગ કર્યું. સાહિલ દૈવિય શક્તિમાં વિશ્વાસ ધરાવતો હતો. આથી મુસ્કાને તેનો ફાયદો ઉઠાવ્યો. મુસ્કાન સતત સાહિલને જણાવતી હતી કે તેને દિવ્ય અને પરલૌકિક શક્તિઓનો અહેસાસ થાય છે. 

મુસ્કાન સાહિલને ભગવાન શિવની જેમ અને પોતાને પાર્વતી ગણાવતી હતી. મુસ્કાને સાહિલને કહ્યું કે દેવી માતાએ સૌરભનો વધ કરવાનું કહ્યું છે. 3/4 માર્ચની રાતે સૌરભના ભોજનમાં તેણે બેહોશીની દવા ભેળવી દીધી. મોડી રાતે લગભગ એક વાગે સાહિલને  બોલાવ્યો. બેહોશ સૌરભની છાતીમાં મુસ્કાન અને સાહિલે એક સાથે મળીને ચાકૂ માર્યું. ત્યારબાદ માથું અને બંન હાથ કાપીને બેગમાં ભરી લીધા. લાશને એક પોલીથીનમાં લપેટીને બેડમાં બંધ કરી દીધી. ચાર માર્ચના રોજ સિમેન્ટ અને ડ્રમ ખરીદી લાવ્યા. 

પાસપોર્ટ રિન્યૂ કરવા આવ્યો હતો અને મળ્યું મોત
એસપી સિટીએ જણાવ્યું કે સૌરભનો પાસપોર્ટ એક્સપાયર થવાનો હતો. પાસપોર્ટ રિન્યૂ કરવા માટે સૌરભ મેરઠ આવ્યો હતો. નવો પાસપોર્ટ ઈશ્યુ થયા બાદ એપ્રિલમાં તે પાછો બ્રિટન જવાનો હતો. આ દરમિયાન મુસ્કાને તેની હત્યા કરી નાખી. 

25 ફેબ્રુઆરીએ પણ કર્યો હતો પ્રયત્ન
25 ફેબ્રુઆરીની રાતે પણ મુસ્કાને સૌરભની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન દારૂમાં બેહોશીની દવા ભેળવી દીધી હતી. જો કે તબિયત ખરાબ હોવાનું કહીને સૌરભે દારૂ પીધો નહીં અને તે બચી ગયો. 

3 સ્નેપચેટ આઈડીથી ચેટિંગ કરતી હતી
મીડિયા રિપોર્ટ મુજબ સ્કાન તેના પ્રેમી સાહિલને હંમેશા કાબૂમાં રાખવા માંગતી હતી. મુસ્કને તેના ભાઈ અને માતાના નામ પર બે  અન્ય સ્નેપચેટ આઈડી પણ બનાવ્યા હતા અને તેનાથી જ તે પોતાના એકાઉન્ટ પર મેસેજ મોકલતી હતી. તે એવું દેખાડવાનો પ્રયત્ન કરતી હતી કે સાહિલની દિવંગત માતાનો આત્મા મુસ્કાનના ભાઈના શરીરમાં આવીને વાત કે છે. બાદમાં તે મેસેજ સાહિલને વંચાવતી હતી. બંને આઈડીથી મુસ્કાન તેના સ્નેપચેટ પર મેસેજ કરતી હતી. જેમાં સાહિલના વખાણ કર્યા હતા. આ મેસેજને સાહિલને દેખાડીને તે એવો દેખાડવાનો પ્રયત્ન કરતી હતી કે પરિજનોને મેળમિલાપથી આપત્તિ નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news