નવી દિલ્હીઃ આજે રહસ્યોની શોધના આગામી સંસ્કરણમાં ઉત્તર પ્રદેશના મેરઠ મંડળના હાપુડમાં લઈ જઈશું... અને ત્યાંના દલિયાના ગામમાં આવેલ એક શિવ મંદિરનું રહસ્ય બતાવીશું... જેના માટે એવું કહેવામાં આવે છે કે મંદિરનું નિર્માણ એક રાતમાં ભૂત કે કોઈ પરલૌકિક શક્તિએ કર્યુ છે... ત્યારે આ મંદિરનું શું રહસ્ય છે?.. મંદિર વિશે ગામના લોકો અને પૂજારી શું કહે છે?.. જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંધારી રાત છે. ચારેબાજુ સન્નાટો છે. એવું લાગી રહ્યું છે કે જાણે વાદળ ચંદ્રની આરપારની સવારી કરી રહ્યા હોય... અને તે બધાની વચ્ચે જોવા મળી રહ્યું છે હાપુડનું એક મંદિર... જે રહસ્યોથી ભરેલું છે. મંદિરની ઉંચાઈ એટલી છે કે 4 માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય... પરંતુ મંદિર કોણે બનાવ્યું, ક્યારે બન્યું તેનો શ્રેય કોઈ ભૂતોને  આપે છે તો કોઈ પરલૌકિક શક્તિઓને....


એવામાં હકીકત જાણવા અમે પણ મંદિર પહોંચ્યા... સૌથી પહેલાં અમારી નજર પડી મંદિરના નામ પર... જેનું નામ જ છે ભૂતેશ્વર મહાદેવ... અને દાવો કરવામાં આવે છે કે મંદિરનું નિર્માણ તો ભૂતોએ કર્યુ છે... કેમ કે મંદિરમાં નાની-નાની ઈંટોને એકની ઉપર એક રાખીને બનાવી દીધું... તે પણ કોઈપણ વસ્તુ સાથે જોડ્યા વિના.... 


લોકોની માન્યતા છે કે મંદિરની રક્ષા પરલૌકિક શક્તિઓ જાતે કરે છે... આજ કારણે મંદિરમાં એક ઉપર એક રાખેલી ઈંટ ભૂકંપ કે તોફાન પછી પણ ત્યાંથી હલી નહીં.... 


મંદિરને લઈને એક રોચક કથા છે... કહેવામાં આવે છે કે અડધી રાતમાં ભૂતોએ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ... અને સવારે જ્યારે તે પરલૌકિક શક્તિઓ મંદિરનું શિખર બનાવવા જઈ રહી હતી ત્યારે બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ લોટ દળવાની ઘંટી ચલાવવાનું શરૂ કરી દીધું... જેના ડરથી ભૂતો ભાગી ગયા....


જ્યારે અમે મંદિરના શિખરને ધ્યાનથી જોયું તો ગામ લોકોના દાવામાં દમ છે... કેમ કે મંદિર હજારો વર્ષ પછી પણ ઉભું છે પરંતુ શિખરમાં તિરાડ સ્પષ્ટપણે જોવા મળી રહી છે... 


મંદિરમાં ચારેબાજુ દૈવિક શક્તિ અને પરલૌકિક શક્તિની ચર્ચા છે.... જે કોઈને દેખાય છે તો કોઈને તેનો અનુભવ થાય છે... પરંતુ હજારો વર્ષ પહેલાં બનેલું આ મંદિર રહસ્યનું કેન્દ્ર છે... મંદિરમાં અનેક એવી વસ્તુ છે જે આશ્વર્ય પમાડે છે... જેમ કે શિવલિંગ, ભગવાન શિવની આ તસવીર... જ્યાં નાગદેવતા ગળાની જગ્યાએ નાભીમાં બિરાજમાન છે... 


હવે કહેવા માટે તો વિજ્ઞાનના આ સમયમાં આ બધી વાતો પરિકલ્પના છે... પરંતુ જ્યાં વિજ્ઞાનનું જ્ઞાન પૂરું થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે.