મેહુલ ચોકસી વિરૂદ્ધ CBI ની નવી ચાર્જશીટ, પૂરાવાનો નાશ કરવાનો લગાવ્યો આરોપ

એક પૂરક ચાર્જશીટમાં ચોકસી પર કલમ 201 (પૂરાવા નષ્ટ કરવા) અને છેતરપિંડી, આપરાધિક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. 

Updated By: Jun 16, 2021, 08:30 PM IST
મેહુલ ચોકસી વિરૂદ્ધ CBI ની નવી ચાર્જશીટ, પૂરાવાનો નાશ કરવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ 10 જૂને હીરા કારોબારી મેહુલ ચોકલી (Mehul choksi) અને 21 અન્ય વિરૂદ્ધ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં નવી ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ભાગેડુ પર પ્રથમવાર પૂરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એજન્સીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ચોકસીએ પીએનબી અધિકારીઓની મિલીભગતથી 2017માં 165 લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (એલઓયૂ) અને 58 એફએલસી (ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ) ને છેતરપિંડીથી જારી કર્યો, જેનાથી બેન્કને 6097 કરોડ ($952 મિલિયન) નું નુકસાન થયું હતું. 

એક પૂરક ચાર્જશીટમાં ચોકસી પર કલમ 201 (પૂરાવા નષ્ટ કરવા) અને છેતરપિંડી, આપરાધિક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાક્રમથી પરિચિત અધિકારીઓએ કહ્યું કે, ભારતની દેશનિકાલ અરજીને પ્રોત્સાહન આપવા માટે નવી ચાર્જશીટને ડોમિનિકામાં અધિકારીઓ અને અદાલતની સાથે શેર કરવામાં આવશે. 

ચાર્જશીટમાં ચોકસી સિવાય પીએનબીના સેવાનિવૃત ડિપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી, સિંગલ વિન્ડો ઓપરેટર હનુમંત કરાત, અલ્બાબાદ બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ઉષા અનંતસુબ્રમણ્યમ, પીએનબીના પૂર્વ કાર્યકારી ડાયરેક્ટર કેવી બ્રહ્માણી રાવ, બેન્કનાવ પૂર્વ જનરલ મેનેજર નેહલ અહદ, ચોકસીના ગીતાજંલિ સમૂહના પૂર્વ ઉપાધ્યક્ષ વિપુલ ચિતાલિયા અને સંજીવ શરણ સહિત 21 વ્યક્તિઓ કંપનીઓના નામ છે.

આ પણ વાંચોઃ LJP: કાકાના ષડયંત્રથી તૂટી ગયું ચિરાગનું દિલ, કહ્યું- હવે આ લડાઈ લાંબી ચાલશે

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે, ડિસેમ્બર 2017માં મેહુલ ચોકસીએ હોંગકોંગનો પ્રવાસ કર્યો અને હોંગકોંગ સ્થિત સપ્લાયર એકમો (તેમના દ્વારા નિયંત્રિત) ના ડમી ડાયરેક્ટરો સાથે મુલાકાત કરી અને તેને જણાવ્યું કે ભારતમાં તેની કંપની ગીતાંજલિ સમૂહથી સંબંધિત સમસ્યાઓ ચાલી રહી છે અને તેણે ઈડીની પૂછપરછનો સામનો કરવો પડી શકે છે. આગળ કહ્યું કે, તેનાથી જાણકારી મળી શકે છે મેહુલ ચોકસીને કાર્યવાહી વિશે પહેલાથી જાણકારી હતી. તેથી તે 4 જાન્યુઆરી 2018ના છેતરપિંડીના ઈદારાથી, કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે દેશ છોડીને ભાગી ગયો. 

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચોકસીએ હોંગકોંગમાં પોતાની કંપનીના ડમી ડાયરેક્ટરોને કહ્યું કે, તેણે થાઈલેન્ડ વીઝા માટે અરજી કરવી પડશે કારણ કે હોંગકોંગમાં ઓપરેશન બંધ થઈ જશે. સીબીઆઈએ કહ્યું કે, તે 2014, 2015 અને 2016માં ચોકસીની કંપનીઓના પક્ષમાં જારી કરવામાં આવેલ નકલી એલઓયૂ અને એફએલસીની તપાસ કરી રહી છે. એવી શંકા છે કે 2014 અને 2016 વચ્ચે કુલ 347 નકલી એફએલસી જારી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ VivaTech 5th edition: જ્યાં કન્વેન્શન નિષ્ફળ થાય ત્યાં કામ આવે છે ઇનોવેશનઃ PM મોદી  

તપાસકર્તાઓએ 2018માં દરોડા દરમિયાન મેહુલ ચિનુભાઈ ચોકસીના ઈશારા પર વિપુલ ચિતાલિયા દ્વારા ગૂગલ ડ્રાઇવમાં બનાવેલા નકલી એલઓયૂ અને એફએલસી લેણદેણના રેકોર્ડને જપ્ત કર્યા, જેને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. સીબીઆઈએ કહ્યું કે, તે અસ્મી જ્વેલરી ઈન્ડિયા લિમિટેડની સાથે-સાથે પીએનબી, બ્રૈડી હાઉસ શાખા, બિષ્ણુબ્રુત મિશ્રાના મુખ્ય આંતરિક ઓડિટરની ભૂમિકા સહિત ચોકસીની કંપનીઓ દ્વારા 942 કરોડના કથિત કૌભાંડની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube