Kerala News: કેરળ હાઈકોર્ટે વરિષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક બાલચંદ્ર મેનનને 2007માં એક ફિલ્મ દરમિયાન મહિલા કલાકારની જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન આપતાં કહ્યું હતું કે, માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષોને પણ ગૌરવ અને પ્રતિષ્ઠા હોય છે. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અભિનેતાની આગોતરા જામીન અરજી સ્વીકારતી વખતે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતાએ આપી ફરિયાદ દાખલ કરવામાં વિલંબની દલીલ
બાલચંદ્ર મેનને પોતાની અરજીમાં કહ્યું કે, આ ઘટના 2007માં બની હતી, પરંતુ 17 વર્ષ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમનો દાવો છે કે, આ ફરિયાદનો ઉદ્દેશ્ય તેમની છબી ખરાબ કરવાનો છે. કોર્ટે સ્વીકાર્યું કે તેમની દલીલો મજબૂત હતી અને ફરિયાદમાં વિલંબ થયો હોવાની હકીકત સ્વીકારી હતી.


પુષ્પા-2માં ફહદ ફાઝિલે જબરદસ્ત રંગ રાખ્યો! જાણો જબરદસ્ત રેટિંગવાળી બીજી કઇ ફિલ્મ છે?


કોર્ટે કહ્યું કે, પીડિતાએ કથિત ઘટનાના 17 વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે. અરજદાર એક પ્રતિષ્ઠિત સિને કલાકાર છે. જેમણે 40 થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે અને બે રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


માત્ર મહિલાઓ જ નહીં, પુરૂષોનું પણ ગૌરવ હોય છે
જસ્ટિસ કુન્હિક્રિષ્નને ટિપ્પણી કરી કે, આ કેસ એક મહિલાના નિવેદન પર આધારિત છે અને તે પણ 17 વર્ષ પછી. તપાસ ચાલુ છે, પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે ગૌરવ અને પ્રતિષ્ઠા માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોની પણ છે.


આ માર્કેટમાં 3થી 5 લાખમાં મળી જાય છે BMWથી લઈ Audi જેવી લક્ઝરી કાર


આગોતરા જામીન સૂચના
કોર્ટે કહ્યું કે, આ કેસ ન્યાયના હિતમાં આગોતરા જામીનને પાત્ર છે. મેનનને બુધવારથી બે સપ્તાહની અંદર તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો ધરપકડની જરૂર પડશે, તો અભિનેતાને 50,000 રૂપિયાના બોન્ડ અને બે જામીન પર મુક્ત કરવામાં આવશે. મેનનને તપાસમાં સહકાર આપવા અને કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી હતી.