Unlock-4ની 10 મોટી વાતો, જાણો શું ખુલશે અને શું હજી પણ રહેશે બંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે Unlock-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. અનલોક-4માં મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. 7 સપ્ટેમ્બરથી સમાન્ય લોકો મેટ્રોમાં સવારી કરી શકશે. અનલોક-4ને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અનલોક-4માં શૈક્ષણિક સંસ્થા બંધ રહશે.

Unlock-4ની 10 મોટી વાતો, જાણો શું ખુલશે અને શું હજી પણ રહેશે બંધ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે Unlock-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. અનલોક-4માં મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. 7 સપ્ટેમ્બરથી સમાન્ય લોકો મેટ્રોમાં સવારી કરી શકશે. અનલોક-4ને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અનલોક-4માં શૈક્ષણિક સંસ્થા બંધ રહશે.

  • અનલોક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
  • હવે કન્ટેઇનમેન્ટ ઝોનની આસપાસના વિસ્તારમાં પહેલાથી વધારે છૂટ આપવામાં આવશે.
  • સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ અને થિયેટર 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
  • ઓપન એર થિયેટર્સને 21 સપ્ટેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
  • અનલોક-4ની ગાઈડલાઈન્સ અનુસાર સામાજિક શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં 100 વ્યક્તિઓ સાથે 21 સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવશે.
  • ભારત સરકારે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અનલોક-4 માટે દિશાનિર્દેશોની જાહેરાત કરી છે.
  • ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કર્યા વગર કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર કોઇ સ્થાનિક લોકડાઉન લાગુ કરી શકશે નહીં.
  • મેટ્રો સ્ટેશનો અને ટ્રેનમાં માસ્ક લગાવવું ફરજિયાત રહેશે અને વગર માસ્કના લોકોને મેટ્રો સ્ટેશનમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. સાથે જ એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે.
  • મેટ્રો ટ્રેનમાં મુસાફરોને ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસો કરતા વધુ સમય રોકાશે જેથી મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.
  • ડીએમઆરસીએ કહ્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-4 અંતર્ગત જારી તાજેતરના દિશાનિર્દેશ અનુસાર દિલ્હી મેટ્રો સેવા 7 સપ્ટેમ્બરથી ક્રમ બદ્ધ રીતે શરૂ થશે. મેટ્રો પર વિસ્તૃત SOP જારી થયા બાદ સામાન્ય જનતા દ્વારા મેટ્રોના ઉપયોગ માટે વધુ જાણકારી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news