30 દિવસની અંદર...... કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિત દરેક રાજ્યોને આપ્યો મોટો આદેશ
માનવામાં આવી રહ્યું છે કે 30 દિવસના સમયગાળા બાદ જો તેના દસ્તાવેજોની ખાતરી નહીં થાય તો તેને ડિપોર્ટ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓનું વેરિફિકેશન કરવા માટે એક મહિનાની ડેડલાઇન આપી છે. ગૃહમંત્રાલયે બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર પ્રવાસી હોવાની શંકા રાખનાર તે લોકોના પ્રમાણપત્રોની તપાસ કરવા માટે 30 દિવસની સમય-મર્યાદા નક્કી કરી છે, જે ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે 30 દિવસના સમયગાળા બાદ તેના દસ્તાવેજોની ખાતરી ન થાય તો તેને ડિપોર્ટ કરવામાં આવશે.
જારી કરાયેલા નિર્દેશો અનુસાર, ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવા, ઓળખવા અને દેશનિકાલ કરવા માટે તેમની વૈધાનિક શક્તિઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તેમને દેશનિકાલ સુધી વ્યક્તિઓને રાખવા માટે પૂરતા જિલ્લા-સ્તરીય અટકાયત કેન્દ્રો સ્થાપવા પણ કહેવામાં આવ્યું છે.
આ સૂચનાઓ બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કેન્દ્ર સરકારના નવા અભિયાનનો એક ભાગ છે. આ સૂચનાઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને આસામ રાઈફલ્સના ડાયરેક્ટર જનરલ (DG) ને પણ જારી કરવામાં આવી છે. આ દળો બંને દેશો સાથેની ભારતની સરહદોનું રક્ષણ કરે છે.
રાજસ્થાનથી 148 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પરત મોકલાયા
ફેબ્રુઆરીમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ગેરકાયદેસર ઘુસણખોરોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સંબંધિત છે અને તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમને ઓળખીને દેશનિકાલ કરવા જ જોઈએ. ત્યારથી, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોએ બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હોવાના શંકાસ્પદ લોકોને ઓળખવા અને અટકાયતમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગુજરાતે સુરત અને અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આવા 6,500 લોકોની અટકાયત કરી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાને આ અઠવાડિયે એક ખાસ ફ્લાઇટમાં 148 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો પશ્ચિમ બંગાળ મોકલ્યો હતો, ત્યારબાદ તેમને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે.
ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
મંત્રાલયના નિર્દેશ વિશે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક અધિકારીએ કહ્યું- પહેલા ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવાની કોઈ સમય મર્યાદા નહોતી. ક્યારેક-ક્યારેક, બીજા રાજ્યોથી વેરિફિકેશન રિપોર્ટ પ્રાપ્ત કરવામાં મહિલાઓ લાગી જતા હતા (જે રાજ્યથી તે સંબંધિત હોવાનો દાવો કરે છે) પરંતુ હવે કેન્દ્રએ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લા કલેક્ટરો/જિલ્લા મેજિસ્ટ્રેટોને તે ખાતરી કરવા માટે કહ્યું છે કે 30 દિવસના સમયગાળામાં યોગ્ય ઓળખપત્ર અહેવાલ દેશનિકાલ કરાયેલ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને મોકલી શકાય છે. શંકાસ્પદોને 30 દિવસ માટે હોલ્ડિંગ સેન્ટરમાં રાખવા જોઈએ અને જો તે સમયગાળામાં કોઈ રિપોર્ટ ન મળે તો ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસે તેમને દેશનિકાલ કરવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે