ત્રાલ પોલીસ સ્ટેશન પર હૂમલો: બુરખો પહેરી ભાગતા આતંકવાદીનું મોત

સાઉથ કાશ્મીરનાં પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓએે પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલનાં એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હૂમલો કર્યો હતો. ત્યારે જ તકનો લાભ લઇને લોકઅપમાં પુરાયેલ એક આતંકવાદીએ બુરખો પહેરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એક ગ્રેનેડ તેની નજીક જ ઝીંકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ હૂમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

Updated By: Feb 26, 2018, 08:55 PM IST
ત્રાલ પોલીસ સ્ટેશન પર હૂમલો: બુરખો પહેરી ભાગતા આતંકવાદીનું મોત

શ્રીનગર : સાઉથ કાશ્મીરનાં પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓએે પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલનાં એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હૂમલો કર્યો હતો. ત્યારે જ તકનો લાભ લઇને લોકઅપમાં પુરાયેલ એક આતંકવાદીએ બુરખો પહેરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એક ગ્રેનેડ તેની નજીક જ ઝીંકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ હૂમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

ઘટનાની જાણ થતા જ તેની મેજીસ્ટ્રિયલ તપાસ કરાવવા માટેનાં આદેશો આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આતંકવાદી હૂમલાની આ ત્રીજી ઘટના બની છે. સમાચાર એજન્સીનાં અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, હિઝબુલ આતંકવાદીઓ દ્વારા યોજાયેલ ષડયંત્ર હેઠળ પોતાનાં સાથીઓને ભગાડવા માટે આવ્યા હતા. જેનાં પગલે સોમવારે સાંજે તેઓએ પોલીસ સ્ટેશનનાં મેઇન ગેટ પર ગ્રેનેડ ઝીંક્યો હતો.

ગ્રેનેડ હૂમલા બાદ ભારે અફડાતફડી વચ્ચે આતંકવાદી મુશ્તાક અહેમદ ચોપન  ભાગવા લાગ્યોહ તો. જવાનોને છેતરવા માટે તેને બુરખો પહેર્યો હતો. જ્યારે મુશ્તાક પોલીસ સ્ટેશનનાં મેન ગેટ પર પહોંચ્યો તો જવાનોએ તેને રોકવા માટે વોર્નિંગ આપી હતી. જો કે દરમિયાન જ અચાનક બહારથી આવેલો ગ્રેનેડ તેનાં પર ઝીંકાયો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મુશ્તાકને ગત્ત મહિને પોલીસે બારામુલાનાં સોપોરમાંથી પકડ્યો હતો. થોડા દિવસ પહેલા જ આતંકવાદી ઘટનાઓની તપાસ માટે ત્રાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઘાયલ કોન્સ્ટેબલ મેહરાજ દીનને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.