)
Bombay Controversy: પ્રખ્યાત કોમેડિયન કલાકાર કપિલ શર્માને ચેતવણી મળી છે. મનસે (MNS) એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણના નેતા અમય ખોપકરે મુંબઈને બોમ્બે કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક વીડિયો શેર કરીને આ ચેતવણી આપી છે. વીડિયોમાં અભિનેત્રી હુમા કુરેશી શો દરમિયાન મુંબઈને બોમ્બે કહેતી જોવા મળે છે. જો કે, મનસે નેતા ખોપકરે બોલિવૂડ અને રાજકીય હસ્તીઓનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમણે કોઈનું નામ લીધું ન હતું.
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સિનેમા વિંગના પ્રમુખ અમય ખોપકરે ધ કપિલ શર્મા શોમાં 'મુંબઈ'ને બદલે બોમ્બે શબ્દનો ઉપયોગ સામે આપત્તિ વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "બોમ્બેનું સત્તાવાર નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યાના 30 વર્ષ પછી પણ ધ કપિલ શર્મા શોમાં સેલિબ્રિટી મહેમાનો, દિલ્હીના રાજ્યસભા સાંસદો, શોના એન્કર અને ઘણી હિન્દી ફિલ્મોમાં બોમ્બે શબ્દનો ઉપયોગ થતો રહે છે. 1995માં મહારાષ્ટ્ર સરકાર અને 1996માં કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી પછી પણ."
#BombaytoMumbai
बॉम्बेचे मुंबई अधिकृत नामकरण होऊन ३० वर्षे झाली तरी अजूनही बॉलिवूड मधील कपिल शर्मा शो यात सेलिब्रिटी गेस्ट, दिल्लीस्थित राज्यसभा खासदार, शो अँकर आणि अनेक हिंदी चित्रपटात सर्रास बॉम्बे हा उल्लेख होत आहे. १९९५ महाराष्ट्र शासन व १९९६ मध्ये केंद्र शासनाची अधिकृत… pic.twitter.com/KKa7TazDJ0— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) September 11, 2025
મનસે નેતાની ચેતવણી
તેમણે ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'આ ત્રણેય રાજ્યો પહેલા 'બોમ્બે' મુંબઈ બની ગયું હતું. જો કે, એક ચેતવણી વિના મુંબઈનો ઉલ્લેખ સન્માનપૂર્વક કરવાની વિનંતી કરવામાં આવી રહી છે.' ખાસ વાત એ છે કે, મનસે નેતાઓ મરાઠી ભાષાના ઉપયોગને લઈ હંમેશા બોલે છે. એવા પણ સમાચાર છે કે ખોપકરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને પણ ચેતવણી આપી છે. જો કે, આ બાબતે કપિલ શર્મા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ગોળીબાર
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં 8 ઓગસ્ટના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ 'કેપ્સ કાફે'માં ભારે ગોળીબાર થયો હતો. એક મહિનામાં રેસ્ટોરન્ટમાં ગોળીબારની આ બીજી ઘટના હતી. અગાઉ 10 જુલાઈના રોજ 'કેપ્સ કાફે'માં ગોળીબાર થયો હતો. જ્યારે આ મહિને માત્ર છ દિવસ પહેલા 2 જુલાઈના રોજ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન થયું હતું.