Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ, જાણો શું છે અત્યાર સુધીની સિદ્ધિઓ

Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ થવા પર દેશ ભરમાં ક્વિઝ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમામ મંત્રી સમાચાર પત્રોમાં સંપાદક લખશે અને અલગ-અલગ રાજ્યોમાં પ્રેસ કોન્ફન્સ કરી સરકારની સિદ્ધિઓ વિશે લોકોને જાણકારી આપશે.  

Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ, જાણો શું છે અત્યાર સુધીની સિદ્ધિઓ

નવી દિલ્હી: મોદી સરકાર (Modi Govt 2.0)ના આજે 100 દિવસ પૂર્ણ થયા છે. ગત 100 દિવસોમાં સરકારની જે સિદ્ધિઓ રહી છે. તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બીજેપી તરફથી અનેક કાર્યક્રમોનું આયોજન કરનવામાં આવ્યું છે, સુત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર આ અવસર પર સરકાર દ્વાર ક્વિઝ કોમ્પીટીશન, દરેક રાજ્યના જિલ્લા સ્તરે અનેક કાર્યક્રમો, પ્રેસ બ્રિફિંગ, સિદ્ધિઓને લઇને પેમ્પલેટ, ઇ-બુકલેટ અને સોશિયલ મીડિયા પર સરકારની સિદ્ધિઓનો પ્રચાર કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બરે મથુરાના પ્રવાસે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ સરકારની સિદ્ધિઓને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. તે દિવસે પીએમ મોદી સોહિબગંજ મલ્ટી મોડલ હબનું ઉદ્દઘાટન કરશે. આ જ કાર્યક્રમને અનુલક્ષીને મોદી સરકારના મંત્રીઓ પણ સમાચાર પત્રોમાં તેમની સિદ્ધિઓ વિશે સંપાદન લખશે. મળતી જાણકારી અનુસાર, 8 સપ્ટેમ્બરના દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાનો પ્લાન સરકાર કરી રહી છે. 9 સપ્ટેમ્બર અને 10 તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકારના મંત્રીઓ દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં રહીને સમાન્ય લોકોને સરકારની સિદ્ધિઓ વિશે જાણકારી આપશે.

આ વર્ષે ચોમાસા સત્ર જોરદાર સફળ રહ્યું છે. આ દરમિયાન સરકારન મહત્વપૂર્ણ બિલો પાસ કરાવામાં સફળ રહી છે.  આર્ટીકલ 370, ત્રિપલ તલાક બીલ અને, મોટર વ્હીકલ એક્ટ 2019,  IBC કોડ 2019 જેવી તમામ કાયદાકીય સફળતા મળી છે. આ સિવાય આર્થિક ગતિવિધિઓને ઝડપી બનાવા માટે સરકારે બેંકો માટે 70 હજાર કરોડની જાહેરાત કરી છે, માનવામાં આવી રહ્યું છે, કે આ રકમને બેંકો 5 લાખ કરોડની લોન આપવા માટે સક્ષમ રહેશે. મહત્વનું છે કે, નાણામંત્રી નિર્ણલા સીતારમને 10 બેંકોને મર્ઝ કરીને 4 મોટા બેંક બનાવાનો નિર્ણય કર્યો છે. અંતે નવી ભાજપ સરકારના આ 100 દિવસો એકદંરે સફળ રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news