હિમાચલ: જયરામ ઠાકુરે લીધા CM પદના શપથ, PM મોદી- અમિત શાહ હાજર

ઐતિહાસિક રિજ મેદાનમાં જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

હિમાચલ: જયરામ ઠાકુરે લીધા CM પદના શપથ, PM મોદી- અમિત શાહ  હાજર

સિમલા: જયરામ ઠાકુરે ઐતિહાસિક રિજ મેદાનમાં હિમાચલ પ્રદેશના 13માં  મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જયરામ બાદ તેમના મંત્રીમંડળમાં મહેન્દ્ર સિંહ, કિશન કપૂર, સુરેશ ભારદ્વાજ, અનિલ શર્મા, સરવીન ચૌધરી, રામલાલ મરકંદ, વિપિન સિંહ પરમાન, વીરેન્દ્ર કંવર, વિક્રમ સિંહ, ગોવિંદ સિંહ અને રાજીવ સહજલે પણ મંત્રીપદના શપથ લીધા. શપથગ્રહણ દરમિયાન રિજ મેદાન પર હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યાં. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન સામેલ થયા. પીએમ ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ ડે.પીએમ લાલ કૃષ્ણ અડવાણી, નીતિન ગડકરી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ, યુપીના મુખ્યમંત્રી સહિત હસ્તીઓ હાજર રહ્યાં હતાં. 

— ANI (@ANI) December 27, 2017

શપથ ગ્રહણ કરતા પહેલા જયરામ ઠાકુરે કહ્યું હતું કે લોકોએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે તેમની આશાઓ પર ખરા ઉતરવાની કોશિશ કરીશું. આ અવસરે તેમણે તેમના પિતાજીને પણ યાદ કર્યા હતાં.  ભાજપે 68 બેઠકોવાળી વિધાનસભામાંથી 44 બેઠકો પર જીત મેળવી છે. કેબિનેટમાં સ્થાન મેળવવા માટે અનેક વરિષ્ઠ નેતાઓ સહિત દાવેદારો છે. 

— ANI (@ANI) December 27, 2017

રિજ મેદાન ભગવા રંગમાં રંગાયુ હતું જ્યાં પીએમ મોદી, અમિત શાહ અને જયરામ ઠાકુરના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યાં છે. ભવ્ય સમારોહ માટે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે અને રિજ, અન્નાડેલ હેલીપેડ તથા જુબ્બાર હટ્ટી એરપોર્ટ એસપીજીના સુરક્ષા ઘેરામાં છે. નવા ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી ઠાકુર, કેન્દ્રીય મંત્રી નડ્ડા, પૂર્વ મુખ્યમંત્રી ધુમલ અને પાર્ટી મામલાઓના પ્રભારી પાંડેએ રિજની મુલાકાત લીધી હતી. મોદીએ 27 એપ્રિલના રોજ સિમલાની મુલાકાત કરી હતી અને એક રેલીને સંબોધિત કરી હતી. હવે આઠ મહિના બાદ તેઓ આજે શહેરની મુલાકાતે છે. 

— ANI (@ANI) December 27, 2017

ડીજીપી સોમેશ ગોયલે જણાવ્યું કે સુરક્ષામાં લગભગ એક હજાર સુરક્ષાકર્મીઓ ઉપરાંત સાદા કપડાંમાં ગુપ્તચર વિભાગના લોકો તહેનાત કરાયા છે. અનેક સ્થાનો પર શાર્પ શૂટરોને તહેનાત કરાયા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પ્રવેશ પોઈન્ટ પર કડક નિગરાણી રખાઈ છે. મોટાભાગના વીવીઆઈપીઓ જુબ્બાર એરપોર્ટ પર ઉતરશે અને તેમને અન્નાડેલ હેલીપેડ હેલીકોપ્ટરથી લઈ જવાશે. ત્યારબાદ શપથગ્રહણ સમારોહમાં તેમને કારમાં લઈ જવાશે. એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ માટે અલગ કોરિડોર રાખવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news