#ModiOnZee: જાણો વડાપ્રધાન મોદીનાં ઇન્ટરવ્યુંની 10 મહત્વની વાતો...
ઇન્ટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદી તમામ મુદ્દાઓ પર મુક્ત મને ચર્ચા કરી અને તમામ સવાલોનાં બિન્દાસ્ત જવાબ આપ્યા
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન મોદીએ Zee Newsને ઇન્ટરવ્યું આપ્યો છે. ઝી ન્યુઝનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ આ ઇન્ટરવ્યુમાં અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીને સવાલ પુછ્યા હતા. વડાપ્રધાન મોદીએ તમામ સવાલોનાં બિન્દાસ્ત અંદાજમાં જવાબ આપ્યા. જો કે આ ઇન્ટરવ્યું દરમિયાન 10 ખાસ વાતો...
Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી
1. મારા જીવનમાં મે ક્યારે પણ રોંગ સાઇન્ડ પાર્કિંગનો પણ ગુનો નથી કર્યો. નાગરિકોનાં તમામ નિયમોનું હું સંપુર્ણ પાલન કરુ છું. મારી વિરુદ્ધ પહેલી ફરિયાદ 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન થઇ. ત્યારે મારી વિરુદ્ધ ખોટો કેસ બનાવીને ફરિયાદ દાખલ કરાઇ હતી.
2. વિપક્ષની ઇવીએમ પર દોષ આપવાની તૈયારી અત્યારથી જ ચાલી રહી છે. આ એવું જ છે કે જે કોઇ ખેલાડી આઉટ હોય છે તો પુત્રને ઠોકર અંપાયરની તરફથી જુએ છે અને આ સંદેશ આપે છે કે હું તો સાચો હતો અંપાયર ખોટા છે.
3. છેલ્લા પાંચ વર્ષમાં કદાચ જ કોઇ શનિવાર - રવિવાર એવુ હશે જે મે જનતા વચ્ચે ન વિતાવ્યું હોય. પોતાનાં આ અનુભવોનાં આધારે કહી શકુ છું કે દેશની જનતા નિર્ણાયક સરકાર ઇચ્છે છે.
4. વિરોધી લોકો શું વિચારી રહ્યા છે તે મને ખબર નથી. તેમણે સપના જોવાનો સંપુર્ણ હક છે અને પોતાનાં સપાઓમાં તેઓ ખોવાયેલા રહ્યા તેના માટે મારી શુભકામનાઓ.
5. હું વ્યક્તિ છું દર્દ તો મને પણ થાય છે પરંતુ મારી કેટલીક જવાબદારીઓ છે. એટલા માટે તે દર્દને પી જાઉ છું અને આ આજથી 20 વર્ષ પહેલાથી પીતો આવ્યો છું.
6. નામદારની તરફથી એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે અમારી રણનીતિ છે કે વડાપ્રધાનની છબીને ખબાર કરીશું. મારી છબી કોઇએ બનાવી નથી. મે 45 વર્ષા તપ બાદઆ બધુ પ્રાપ્ત કર્યું છે. રાજીવ ગાંધી માટે મિસ્ટર ક્લીનની છબી રચી હતી. મારી સાથે એવું નથી.
7. યુદ્ધ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી. પરંતુ શાંતિ નિર્બળ લોકોને નથી મળી શકતી. સમર્થ લોકોને જ શાંતિ મળી શકે છે. એટલા માટે શાંતિ માટે ભારતનું સામર્થ્યવાન હોવું જરૂરી છે.
8. અમે મહેનત કરીને નિકળેલા લોકો છીએ. મજુર વ્યક્તિને જેટલું માન સન્માન મળે છે તેટલું અમને મળે છે. અમે માન સન્માન માટે નથી જીવતા. અમે તો દેશનાં માન સન્માન માટે જીવીએ છીએ.
9. મને આનંદ હોય જો વિપક્ષ એક હોય, પરંતુ તેઓ કન્ફ્યુઝ છે. તેઓ એક બીજાનાં વિરોધી છે, પરંતુ મોદી વેવ માટે એખ બીજાનો હાથ પકડી રહ્યા છે. ચૂંટણી બાદ તેઓ વિખેરાઇ જશે.
10. મને સમસ્યા મમતા જી કે ટીએમસી સામે નથી. પરંતુ બંગાળની બર્બાદી ખુબ જ ગંભીર સમસ્યા છે કે આ દેશ માટે ખતરો છે.