ભારત લાવવામાં આવ્યા 38 ભારતીયોના પાર્થિવ અવશેષ, પંજાબ સરકારે કરી સહાયની જાહેરાત

પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, પીડિત પરિવારને 5 લાખ રૂપિયા રોકડા, 20 હજાર પ્રતિ માસ પેન્શન અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. 

  ભારત લાવવામાં આવ્યા 38 ભારતીયોના પાર્થિવ અવશેષ, પંજાબ સરકારે કરી સહાયની જાહેરાત

ચંદિગઢઃ 2014માં મોસુલમાં માર્યા ગયેલા 39 ભારતીયોના મૃતદેહ લેવા માટે રવિવારે ભારતીય સેનાનું વિશેષ વિમાનથી ઈરાક ગયેલા વિદેશ રાજ્ય પ્રધાન વીકે સિંહ સોમવારે સ્વદેશ પરત પર્યા. ભારત આવીને તે સૌથી પહેલા અમૃતસર ગયા અને પંજાબ તથા હિમાચલ સરકારને મૃતદેહોના અવશેષ સોંપ્યા. 

આઈએસઆઈએસ આતંકીઓના હાથે મોસુલમાં માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી 38ના પાર્થિવ અવશેષ લઈને બગદાદથી આવેલું વિમાન સોમવારે બપોરે 2.30 કલાકે અમૃતસર પહોંચ્યા. માર્યા ગયેલા ભારતીયોમાંથી એકની ઓળખ બાકી છે. મૃતકોના પરિવારજનોએ અશ્રુભીની આંખે તેના પાર્થિવ અવશેષ લીધા. અવશેષો લઈને આવેલું વિમાન જેવું એરપોર્ટ પર લેન્ડ થયું, તો મૃતકોના પરિવારજનો દુખી  મને અવશેષોને જોવા નજરે પડ્યા. પંજાબના કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધૂ એરપોર્ટ પર હાજર હતા. 

— ANI (@ANI) April 2, 2018

સહાયની જાહેરાત
મૃતદેહોના અવશેષ લાવ્યા બાદ પંજાબ સરકારે પીડિત પરિવારજનોની મદદ કરવાની જાહેરાત કરી હતી. પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, પીડિત પરિવારને 5 લાખ રૂપિયા રોકડા, પરિવારના એક વ્યક્તિને નોકરી તથા પરિવારને 20 હજાર રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. 

— ANI (@ANI) April 2, 2018

મૃતકોમાં સૌથી વધુ પંજાબના
આ મૃતકોમાં 31 ભારતીયો પંજાબ અને હિમાચલ પ્રદેશના હતા. તેમના પાર્થિવ અવશેષ અમૃતસરના શ્રી ગુરૂ રામદાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના પરિવારજનોને આપવામાં આવ્યા. ત્યારબાદ વીકે સિંહ કોલકત્તા માટે રવાના થયા. ઈરાકમાં આશરે ચાર વર્ષ પહેલા માર્યા ગયેલા આ ભારતીયોમાંથી 27 પંજાબ અને 4 હિમાચલ પ્રદેશના હતા. 

આ મહિનાની શરૂઆતમાં વિદેષ પ્રધાન સુષમા સ્વરાજે સંસદને જણાવ્યું હતું કે આતંકી સમૂહ આઈએસઆઈએસે જૂન 2014માં ઇરાકના મોસુલ શહેરમાં ઓછામાં ઓછા 40 ભારતીયોનું અપહરણ કરી લીધું હતું, તેમાંથી એક પોતાને મુસ્લિમ ગણાવીને બચી ગયો હતો. સુષમાએ જણાવ્યું કે, બાકીના 39 ભારતીયોને આતંકીઓએ બદૂશ લઈ જઈને મારી નાખ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news