ગુજરાતી ન્યૂઝIndiaસામાન્ય માણસને વધુ એક ઝટકો! દૂધ થયું મોંધું, કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

સામાન્ય માણસને વધુ એક ઝટકો! દૂધ થયું મોંધું, કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

Milk Prices Hike: સામાન્ય માણસ ફરી એકવાર મોંઘવારીની માર પડ્યો છે. મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 29 એપ્રિલથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.

સામાન્ય માણસને વધુ એક ઝટકો! દૂધ થયું મોંધું, કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

Mother Dairy hikes milk prices: સામાન્ય માણસ ફરી એકવાર મોંઘવારીની માર પડ્યો છે. મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 29 એપ્રિલથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. કાલથી એટલે કે બુધવાર સવારથી તમે જે દૂધ પીવો છો તે પણ મોંઘુ થઈ જશે અને તે જ રીતે દુકાનદારો તમારી મનપસંદ ચાના ભાવમાં પણ વધારો કરી શકે છે.

નવીનતમ માહિતી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ટોન્ડ દૂધ (બલ્ક વેન્ડ)ની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 56 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. એક લિટર ફુલ ક્રીમ દૂધ (પાઉચ) ની કિંમત 68 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 69 રૂપિયા પ્રતિ લિટર થશે. તે જ સમયે, અડધા લિટર ફુલ ક્રીમ પાઉચની કિંમત હવે 34 રૂપિયાને બદલે 35 રૂપિયા થશે.

Add Zee News as a Preferred Source

fallback

ડબલ ટોન્ડ અને ગાયના દૂધની કિંમત પણ જાણો
દૂધના નવા ભાવ બુધવાર સવારથી લાગુ થશે. કંપનીએ 30 એપ્રિલથી ભાવ વધારવાની જાહેરાત કરી છે. હવે ડબલ ટોન્ડ દૂધના એક લિટર પેકેટની કિંમત 49 રૂપિયાને બદલે 51 રૂપિયા અને અડધા લિટર પેકેટની કિંમત 25 રૂપિયાને બદલે 26 રૂપિયા થશે. તેવી જ રીતે હવે તમને એક લિટર પેકેટમાં તાજું ગાયનું દૂધ 57 રૂપિયાને બદલે 59 રૂપિયામાં મળશે. જ્યારે અડધા લિટર ગાયના દૂધની કિંમત હવે 29 રૂપિયાને બદલે 30 રૂપિયા થશે.

આ વધારો કંપની દ્વારા 'પ્રોમિલ્ક' લોન્ચ કર્યાના એક મહિના બાજ જ કરવામાં આવ્યો છે. જે એક ઉચ્ચ પ્રોટીનવાળું દૂધ ઉત્પાદ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ખાસ કરીને દિલ્હી-NCRના વિસ્તારમાં વ્યાપક પ્રોટીનની ઉણપને દૂર કરવાનો છે. 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ગાયના દૂધનું આ નવું સંસ્કરણ પ્રતિ લિટર 40 ગ્રામ પ્રોટીન આપે છે, તેમાં 4 ટકા ચરબી અને 11.5 ટકા SNF (ઘન-ચરબી વગરનું) હોય છે, અને તે વિટામિન A અને D થી ભરપૂર હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news