MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત

સુપ્રિમ કોર્ટે કમલનાથ સરકાર (Kamal Nath) ને મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે 20 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ (Madhya Pradesh Floor Test) કરવાનો આદેશ આપ્યો છે. તેના બાદ કોંગ્રેસ (Congress) અને ભાજપાએ પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી દીધા છે. ભાજપા ધારાસભ્ય દળના મુખ્ય નેતા નરોત્તમ મિશ્રાએ ભાજપાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને શુક્રવારે કમલનાથ સરકાર વિરુદ્ધ મત આપવાનું કહ્યું છે.
MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :સુપ્રિમ કોર્ટે કમલનાથ સરકાર (Kamal Nath) ને મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે 20 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ (Madhya Pradesh Floor Test) કરવાનો આદેશ આપ્યો છે. તેના બાદ કોંગ્રેસ (Congress) અને ભાજપાએ પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી દીધા છે. ભાજપા ધારાસભ્ય દળના મુખ્ય નેતા નરોત્તમ મિશ્રાએ ભાજપાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને શુક્રવારે કમલનાથ સરકાર વિરુદ્ધ મત આપવાનું કહ્યું છે.

નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

બાગી 22 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર
તો બીજી તરફ, કોંગ્રેસ ધારાસભ્ય દળના મુખિયા અને પ્રદેશના સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહે પોતાના તમામ ધારાસભ્યોને 20 માર્ચ સુધી સદનની કાર્યવાહી દરમિયાન અનિવાર્ય રીતે ઉપસ્થિત રહેવા અને સરકારના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના તમામ 22 ભાગી ધારાસભ્યોના રાજીનામા સ્પીકર એનપી પ્રજાપતિએ સ્વીકારી લીધા છે. 6 ધારાસભ્યોના રાજીનામા તો પહેલેથી જ સ્વીકારાઈ ગયા હતા. સ્પીકરે ગુજરાતે મોડી રાત્રે અન્ય 16 ધારાસભ્યોના રાજીનામા પણ સ્વીકારી લીધા છે. 

મધ્ય પ્રદેશના એસેમ્બલીમાં BJPને બહુમત
તમને જણાવી દઈએ કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ પ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસથી બાગી થઈને પોતાના રાજીનામા આપ્યા હતા. તેના બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. મધ્યપ્રદેશ એસેમ્બલીમાં 230 ધારાસભ્યોની કુલ સંખ્યામાં 2 ધારાસભ્યોના આકસ્મિક મોત થયા છે અને તેમના સીટ પર ઉપચૂંટણી થવાની છે. 

કમલનાથની સરકાર પડી ભાંગવાની નક્કી
મધ્ય પ્રદેશ વિધાનસભામાં હવે 206 ધારાસભ્યો જ બચ્યા છે. એટલે કે, બહુમતનો આંકડો 104 છે. ભાજપા પાસે 107 ધારાસભ્ય છે. એટલે કે બહુમતના આંકડાથી 3 વધુ. કોંગ્રેસની પાસે પોતાના 92 ધારાસભ્યો છે. જો 4 નિર્દળીય, સપાના 2 અને બસપના 1 ધારાસભ્ય કમલનાથ સરકારને પોતાનું સમર્થન આપે, તો પણ સંખ્યાબળ 99 પર પહોંચશે. એટલે કે બહુમતથી 5 ઓછું. આવી સ્થિતિમાં કમલનાથની સરકાર પડવી એકદમ નક્કી છે. 

કમલનાથે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી 
તો બીજી તરફ, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આજે સાંજે પાંચ વાગ્યા સુધી મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આ માલમાં બપોરે બે વાગ્યાથી વિધાનસભાનું કામકાજ શરૂ થશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, તે પહેલા જ મુખ્યમંત્રી કમલનાથ રાજીનામુ આપી શકે છે. હકીકતમાં, સંખ્યાબળના ખેલમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે, તેના પહેલા તેઓ રાજીનામુ આપી શકે છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. તેના બાદ આ અંદાજ લગાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news