ગેંગસ્ટર કેસમાં બાહુબલી મુખ્તાર અંસારીને ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે તેને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 5 લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. મુખ્તારના ભાઈ અને બસપા સાંસદ અફઝલ અંસારી ઉપર હજુ કોર્ટનો ચુકાદો આવ્યો નથી. એવી આશા છે કે આજે જ કોર્ટ ચુકાદો આપી દેશે. જો અફઝલ અંસારીને 2 કે તેથી વધુ વર્ષની સજા થશે તો તેમની સંસદની સદસ્યતા જતી રહેશે. અફઝલ અંસારી હાલ બીએસપીના સાંસદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીના બહુચર્ચીત કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને વેપારી નંદકિશોર રૂંગટા અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ પર ગેંગસ્ટર એક્ટમાં કેસ દાખલ થયો હતો. આ મામલે 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ અફઝલ અંસારી, તેમના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને બનેવી એઝાઝુલ હક પર ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. એઝાઝુલ હકનું દેહાંત થઈ ગયું છે. આ મામલે 1 એપ્રિલના રોજ સુનાવણી પૂરી થઈ ગઈ હતી. પહેલા આ કેસમાં 15 એપ્રિલે ચુકાદો આવવાનો હતો પરંતુ ત્યારબાદ તારીખ આગળ વધારીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ મામલામાં વર્ષ 2012મા MP-MLA કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. 


મેટ્રોમાં આ શું થઈ રહ્યું છે? માસ્ટરબેશન બાદ હવે કપલ 'ગંદી હરકત' કરતું જોવા મળ્યું!


3 રાશિવાળા સાવધાન..થોડા દિવસ બાદ બનશે 'વિષ યોગ', ઉપાધિના પોટલા આવશે!


અહીં મહિલાઓને મળશે મોટી ભેટ, ત્રણ વર્ષ ઈન્ટરનેટ પેક સાથે મફત મળશે સ્માર્ટફોન


જાન્યુઆરી 1997માં કોલસા વેપારી અને VHP કોષાધ્યક્ષ નંદકિશોર રૂંગટાનું તેમના ઘરેથી અપહરણ કરીને પછી હત્યા કરી દેવાઈ હતી. એવું કહેવાય છે કે રૂંગટાના પરિવાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે 1.5 કરોડ આપ્યા પણ હતા પરંતુ ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે મુખ્તાર અંસારી ઉપર આરોપ લાગ્યો હતો. ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube