Mumbai Accident: માનવતા મરી પરવારી! અકસ્માત બાદ મૃત્યુ પામેલી મહિલાની સોનાની બંગડી કાઢી લીધી

મુંબઈના કુર્લામાં હાલમાં જ થયેલા બેસ્ટની ઈલેક્ટ્રિક બસ અકસ્માતનો એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે કે જે જોતા એમ થાય કે દુનિયામાંથી માનવતાનું નામો નિશાન નથી કે શું? લોકો આટલા સંવેદનાહીન કઈ રીતે બની શકે.

Mumbai Accident: માનવતા મરી પરવારી! અકસ્માત બાદ મૃત્યુ પામેલી મહિલાની સોનાની બંગડી કાઢી લીધી

મુંબઈના કુર્લામાં હાલમાં જ થયેલા બેસ્ટની ઈલેક્ટ્રિક બસ અકસ્માતનો એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે કે જે જોતા એમ થાય કે દુનિયામાંથી માનવતાનું નામો નિશાન નથી કે શું? લોકો આટલા સંવેદનાહીન કઈ રીતે બની શકે. આ વીડિયોમાં એક વ્યક્તિ આ દુખદ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂકેલી મહિલાના હાથમાંથી સોનાની બંગડીઓ કાઢતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વાદળી રંગની હેલમેટ પહેરેલો એક વ્યક્તિ એક મહિલાના જમણા હાથને પકડતા અને કથિત રીતે એક એક કરીને સોનાની ત્રણ બંગડીઓ ચોરી કરતો જોવા મળી રહ્યો છે. 

કાર નીચે પડી હતી મહિલાની લાશ
લાશ પરથી બંગડી ચોરી કરતા વ્યક્તિની બાજુમાં ઊભેલા કેટલાક લોકો તેની મદદ કરી રહ્યા હોવ તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે મહિલા લગભગ મૃતપાય અવસ્થામાં કારની નીચે પડેલી જોવા મળે છે. મહિલાની ઓળખ 55 વર્ષની ફાતિમા કનીઝ અન્સારી તરીકે થઈ છે. દર્દનાક અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમાં આ મહિલા પણ સામેલ છે. ફાતિમા અન્સારી એક હોસ્પિટલમાં એટેન્ડેન્ટ તરીકે કામ કરતી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે આ મહિલા એસજી બર્વે માર્ગ પર એક બિલ્ડિંગ બહાર કોઈ ગાડીની રાહ જોતી હતી. ત્યારે આ બેકાબૂ  બસે તેને ટક્કર મારી દીધી. 

— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 12, 2024

મહિલાનો મોબાઈલ આપ્યો પણ બંગડીઓ ચોરી  લીધી
વીડિયોમાં ચોરી કરી રહેલા વ્યક્તિને એવું કહેતા સાંભળી શકાય છે કે મારી પાસે તેનો મોબાઈલ છે. કથિત રીતે તે વ્યક્તિએ મહિલાની મદદ કરવા અને તેના ઘરેણાની સુરક્ષા કરવાના બહાને બંગડીઓ કાઢી લીધી. જો કે ફાતિમા અન્સારીના સંબંધીઓએ એવો દાવો કર્યો કે તેણે મોબાઈલ ફોન તો પાછો આપી દીધો. પરંતુ અજાણ્યા વ્યક્તિએ બંગડીઓ ચોરી લીધી. ઓનલાઈન વીડિયો વાયરલ થયા બાદ કુર્લા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 અને 315 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

બસ ડ્રાઈવર બેગ લઈને ભાગતો જોવા મળ્યો
મુંબઈના કુર્લા વિસ્તારમાં આ બસ દુર્ઘટના સોમવારે લગભગ રાતે 9.30 વાગ્યાની આસપાસ ઘટી હતી. બેસ્ટ બસ ચાલકે ઈલેક્ટ્રિક બસ પર કાબૂ ગૂમાવ્યો અને રસ્તા પરથી પસાર થતા વાહનો અને પગપાળા ચાલતા લોકોને અડફેટે લઈ લીધા હતા. આ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 42 જેટલા લોકો ઘાયલ થયા હતા અને 20થી વધુ વાહનોને ભારે નુકસાન થયું. અકસ્માતના વધુ એક સીસીટીવી ફૂટેજમાં બસ ડ્રાઈવર સંજય મોરે અકસ્માત બાદ બે બેગ લઈને તૂટેલી બારીમાંથી બહાર  કૂદતો જોવા મળી રહ્યો છે. જ્યારે કન્ડક્ટર પણ ભાગતો જોવા મળ્યો. 

બાદમાં ડ્રાઈવર મોરની ધરપકડ થઈ અને તેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પૂછપરછ દરમિયાન મોરેએ જણાવ્યું કે તેને ઈલેક્ટ્રિક વાહન ચલાવવાનો કોઈ અનુભવ નથી. મોરેએ કહ્યું કે તેને ફક્ત એક દિવસની તાલીમ અપાઈ હતી. આ દરમિયાન તેણે ખાલી ત્રણવાર ઈલેક્ટ્રિક વાહન ચલાવ્યું હતું. પોલીસે આ મામલે બસ કન્ડક્ટર સહિત 25 લોકોના નિવેદન લીધા છે. અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે. પોલીસે કહ્યું કે કોઈ પણ ટેક્નિકલ ખામી માટે ઈલેક્ટ્રિક બસની પણ તપાસ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news