મુંબઈગરાઓને ક્રિસમસ પર AC લોકલની ગિફ્ટ, બોરિવલીથી અપાઈ લીલી ઝંડી

જે લોકો મુંબઈ લોકલમાં સફર કરે છે તેમને હવે ACમાં સફર કરવાની તક મળી રહી છે. 

 મુંબઈગરાઓને ક્રિસમસ પર AC લોકલની ગિફ્ટ, બોરિવલીથી અપાઈ લીલી ઝંડી

મુંબઈ: સમગ્ર દુનિયા અને દેશભરમાં ક્રિસમસના તહેવારની ઉજવણી થઈ રહી છે. લાલ ટોપી લગાવીને સાંતા બાળકોને સુંદર ભેંટ આપી રહ્યાં છે. મુંબઈગરાઓને પણ આજે આવી જ એક સુંદર ગિફ્ટ મળી છે. જે લોકો મુંબઈ લોકલમાં સફર કરે છે તેમને હવે ACમાં સફર કરવાની તક મળી રહી છે. મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન હવે એક નવા સ્વરૂપમાં જોવા મળશે. 19 મહિનાના ટ્રાયલ બાદ આજથી મુંબઈમાં AC લોકલ શરૂ થવા જઈ રહી છે. 12 કોચવાળી આ લોકલ ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે અને એક ડબ્બો બીજા ડબ્બા સાથે જોડાયેલો છે. આજથી મુંબઈમાં એસી લોકલની શરૂઆત થઈ ગઈ. મહારાષ્ટ્રના મંત્રી વિનોદ તાવડે અને અન્ય હસ્તીઓની હાજરીમાં બોરિવલી સ્ટેશનથી એસી લોકલની લીલી ઝંડી આપવામાં આવી. 

AC લોકલ સેવાઓમાં પણ સામાન્ય લોકલની જેમ દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે સીટો અનામત રહેશે. તમામ કોચમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા મા્ટે RPF જવાનોની તહેનાતી કરાઈ છે. પહેલા રેલવેએ મુંબઈમાં એસી લોકલ પહેલી જાન્યુઆરી 2018ના રોજ શરૂ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ત્યારબાદ પ્લાન બદલીને ક્રિસમસના દિવસે શરૂ કરવાની યોજના ઘડાઈ. રેલવે મુજબ મુંબઈમાં AC લોકલ સેવાઓ ફક્ત સોમવારથી શુક્રવાર જ ચાલશે. 

— ANI (@ANI) December 25, 2017

એસીવાળી લોકલ ટ્રેનની પહેલી સર્વિસ સવારે 6.58 વાગ્યાથી મહાલક્ષ્મીથી બોરિવલી માટે રવાના થશે. ત્યારબાદ બોરીવલીથી 7.54, વિરારથી 10.22, 13.18, 16.22 અને 21.24 વાગ્યે ચર્ચગેટ માટે રવાના થશે. એસી ગાડીઓના ભાડાની વાત કરીએ તો સામાન્ય ટીકિટ ઉપરાંત ફક્ત સાપ્તાહિક, પાક્ષિક અને માસિક સીઝન ટિકિટ જ ઉપલબ્ધ થશે. ટિકિટમાં એયૂટીપી સરચાર્જ અને 5 ટકા જીએસટી પણ લાગશે. એસી લોકલ ટિકિટધારક સામાન્ય લોકલના ફર્સ્ટ ક્લાસમાં પણ મુસાફરી કરી શકશે. 

મુંબઈ ઉપરાંત  કોલકાતા, ચેન્નાઈ, અને સિકંદરાબાદમાં પણ લોકલ ટ્રેનોમાં એરકંડિશન્ડ કોચ, અને સ્વચાલિત દરવાજા લગાવવાની યોજના છે. રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મજુબ 2019-2020માં તમામ નવી ઈએમયુ રેલગાડીઓમાં સ્વચાલિત દરવાજાઓની સાથે એસી બોગીઓ હશે. ચેન્નાઈ, બેંગ્લુરુ, કોલકાતા અને સિકંદરાબાદ જેવા શહેરોમાં તે માટે યોજના બનાવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news