મૈસુરઃ તળાવના ખોદકામમાં નિકળી ભગવાન શિવના વાહન નંદીની પ્રાચીન પ્રતિમાઓ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ સમાચાર અનુસાર ભગવાન શિવની સવારી નંદી બળદની બે પ્રતિમાઓ મળી આવી છે, જેને સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી બહાર કાઢી હતી 
 

મૈસુરઃ તળાવના ખોદકામમાં નિકળી ભગવાન શિવના વાહન નંદીની પ્રાચીન પ્રતિમાઓ

મૈસુરઃ કર્ણાટકના મૈસુરની નજીક એક સુકાઈ ગયેલા તળાવમાં ભગવાન શિવની સવારી નંદી બળદની બે પ્રાચિન પ્રતિમાઓ મળી આવી છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૈસુરથી લગભગ 20 કિમી દૂર અરાસિનાકેરે ગામનું એક તળાવ સુકાઈ ગયું હતું. જેને ઊંડૂં કરવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ સદીઓ જૂની પ્રતિમાઓ મળી આવી છે. 

સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે તેના અનુસાર, અરાસિનાકેરેના વડીલો આ તળાવમાં નંદીની પ્રતિમાઓ હોવાની વાતો હંમેશાં કરતા હતા. આ વર્ષે તળાવ સુકાઈ જવાના કારણે સ્થાનિક લોકોએ ઊંડૂં ખોદકામ કરીને વડીલોની વાતોનું સત્ય જાણવા પ્રયાસ કર્યો હતો. 

સ્થાનિક લોકો છેલ્લા ત્રણ-ચાર દિવસથી તળાવમાં ખોદકામ કરી રહ્યા હતા. આ કામ માટે તેમણે જાસીબી મશીન પણ મગાવ્યું હતું. ચાર દિવસના ખોદકામ પછી તળાવની માટીમાં દબાઈ ગયેલી નંદીની બે પ્રતિમાઓ બહાર દેખાવા લાગી હતી. 

સોશિયલ મીડિયા પર આ સમાચાર વહેતા થયા પછી પુરાતત્વ વિભાગના અધિકારીઓની એક ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે. આ મૂર્તિઓ વિજયનગર કાળ પછીની છે એટલે કે 16મી કે 17મી સદીની હોઈ શકે છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news