નક્સલીઓની UPના રાજ ભવનને ફૂંકી મારવાની ધમકી, કહ્યું-10 દિવસમાં ખાલી કરો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજ ભવનને ઝારખંડ સ્થિત નક્સલી સંગઠને ડાઈનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાજ ભવન (Raj Bhavan) ના સૂચના વિભાગે એક નિવેદન બહાર પાડીને આ વાતને સમર્થન આપ્યું છે. ઝારખંડ સ્થિત નક્સલી સંગઠન તૃતિય સંમેલન પ્રસ્તુતિ કમિટી (TSPC)એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC પણ કહે છે. 

Updated By: Dec 3, 2019, 11:20 PM IST
નક્સલીઓની UPના રાજ ભવનને ફૂંકી મારવાની ધમકી, કહ્યું-10 દિવસમાં ખાલી કરો
ફાઈલ ફોટો

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજ ભવનને ઝારખંડ સ્થિત નક્સલી સંગઠને ડાઈનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાજ ભવન (Raj Bhavan) ના સૂચના વિભાગે એક નિવેદન બહાર પાડીને આ વાતને સમર્થન આપ્યું છે. ઝારખંડ સ્થિત નક્સલી સંગઠન તૃતિય સંમેલન પ્રસ્તુતિ કમિટી (TSPC)એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC પણ કહે છે. 

પ્રિયંકાના બંગલામાં ઘૂસી જનારી કાર શારદા ત્યાગીની હતી, જાણો કોંગ્રેસના આ મહિલા નેતા વિશે

સૂચના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ધમકીવાળા પત્રમાં લખ્યું છે કે ગવર્નર 10 દિવસની અંદર રાજ ભવન છોડી દે. નહીં તો રાજભવનને ઉડાવી દેવાશે. પત્ર મળ્યા બાદ ગૃહ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ (Anandiben Patel) ના એડિશનલ ચીફ સેક્રેટરી હેમંત રાવે પત્રને જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને મોકલી દીધો છે. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ મધ્ય પ્રદેશના રાજ્યપાલ હતાં. થોડા સમય સુધી તેમણે છત્તીસગઢનો પણ વધારાનો પ્રભાર સંભાળ્યો હતો. 

આ VIDEO પણ જુઓ...

ગૃહ વિભાગે કહ્યું કે ડીજીપી, ડીજી ઈન્ટેલિજન્સ અને એડીજી સિક્યુરિટીને પત્રની તપાસના આદેશ આપી દેવાયા છે. અધિકારીઓ પાસે કાલ સવાર સુધીમાં રિપોર્ટ મંગાવવામાં આવ્યાં છે. ત્યારબાદ આગળની કાર્યવાહી માટે રૂપરેખા તૈયાર કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube