Drugs Case માં નવો વળાંક, NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, લાંચના આરોપ પર તપાસ શરૂ
ડ્રગ્સ પાર્ટી કેસમાં સોમવારે કોર્ટમાં બે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી. જેના પર સેશન કોર્ટે સુનાવણી કરી
મુંબઈ: ડ્રગ્સ પાર્ટી કેસમાં સોમવારે કોર્ટમાં બે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી. જેના પર સેશન કોર્ટે સુનાવણી કરી. એક એફિડેવિટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ ફાઈલ કરી. જ્યારે બીજી એફિડેવિટ એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ દાખલ કરી. આ બધા વચ્ચે સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી છે અને એનસીબીએ ભ્રષ્ટાચારના આરોપની વિજિલન્સ તપાસ શરૂ કરી દીધી છે.
સમીર વાનખેડે પર લાગેલા આરોપ પર તપાસ શરૂ
સાક્ષી દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમે સમીર વાનખેડેની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ કાર્યાલયથી દિલ્હી મુખ્યાલયે એનસીબી પર લાગેલા આરોપોનો આખો રિપોર્ટ માંગ્યો છે. કહેવાય છે કે એનસીબીના ચીફ વિજિલન્સ ઓફિસર જ્ઞાનેશ્વર સિંહ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.
તપાસને પ્રભાવિત કરાઈ રહી છે
આ બાજુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના વકીલ અદ્વૈત સેઠનાએ કહ્યું કે, તપાસને ભટકાવવા માટે ખુબ સારી કોશિશ થઈ રહી છે. આ માટે ક્યારેક ધમકી આપીને તો ક્યારેક સાક્ષીઓને ઈન્ફ્લુઅન્સ કરીને તપાસને પ્રભાવિત કરવામાં આવી રહી છે.
પરિવારને નિશાન બનાવવામાં આવે છે-વાનખેડે
એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ સોગંદનામામાં કહ્યું કે મારા પરિવારને ધમકાવવામાં આવી રહ્યો છે અને આજ પણ મારા પર્સનલ નામને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ છે. આ મામલાના સાક્ષીઓને એક્સપોઝ કરવામાં આવી રહ્યા છે અને તપાસને ભટકાવવાની કોશિશ થઈ રહી છે. હું આ મામલે કોઈ પણ તપાસ માટે તૈયાર છું. સમીર વાનખેડેએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને અપીલ કરી છે કે તેમને ધમકી આપવાના અને તપાસમાં વિધ્ન નાખવાના પ્રયત્નોને ધ્યાનમાં લેવામાં આવે.
પોતાના નિવેદનથી સાક્ષી પલટી ગયો
ડ્રગ્સ કેસમાં એનસીબીના આરોપોના ઘેરામાં આર્યન ખાનના કેસમાં ગઈ કાલે એક નવો વળાંક આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં 'વસૂલી કનેક્શન'નો દાવો થઈ રહ્યો છે. દાવો કરનાર વ્યક્તિ એ જ છે જેને એનસીબીએ સાક્ષી બનાવ્યો હતો. પ્રભાકર સાઈલ નામના આ વ્યક્તિનો આરોપ છે કે એનસીબીએ તેને ખાલી પેપર પર સહી કરાવી અને આર્યનના છૂટકારા માટે 18 કરોડમાં ડીલ થઈ. સમીર વાનખેડેએ આરોપોથી ઈન્કાર કર્યો છે.
પ્રભાકરે એનસીબી પર લગાવ્યા અનેક આરોપ
પ્રભાકર સાઈલનો પહેલો આરોપ એ છે કે સાક્ષી બનાવવા માટે તેની પાસે સાદા કાગળ પર સહી કરાવવામાં આવી. બીજો આરોપ એ છે કે પંચનામા પેપર બતાવીને એનસીબીએ સહી કરાવી. ત્રીજો આરોપ છે કે 18 કરોડ રૂપિયામાં ડીલ થઈ. ચોથો આરોપ છે કે 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાના હતા. અત્રે જણાવવાનું કે પ્રભાકર કિરણ ગોસાવીનો બોડી ગાર્ડ છે. જેનો આર્યન ખાન સાથેનો ફોટો સામે આવ્યો હતો અને વિવાદ થયો હતો. તેના પર ફ્રોડના અનેક મામલા નોંધાયેલા છે. હાલ તે ફરાર છે.
સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ થશે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ કરશે. એનસીબીના ચીફ વિજિલન્સ અધિકારી જ્ઞાનેશ્વર સિંહ (NCB Vigilance Chief Gyaneshwar Singh) એ આ વાતની જાણકારી આપી.
સમીર દાઉદ વાનખેડે- નવાબ મલિકની નવી ટ્વીટ
આ બાજુ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આજે વળી પાછી એક ટ્વીટ કરીને સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે. તેમણે તેમનું બર્થ સર્ટિફિકેટ ટ્વીટ કરીને તેમના પર જાતિનું નકલી પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે. આ બર્થ સર્ટિફિકેટ શેર કરીને દાવો કરાયો છે કે તે સમીર વાનખેડેનું છે. જેમાં તેમના પિતાનું નામ દાઉદ ક. વાનખેડે લખેલું છે. ધર્મની જગ્યાએ મુસ્લિમ લખ્યું છે.
Amit Shah ની સાદગીએ જીત્યા દિલ: સરહદે પાસે રહેનારા આ વ્યક્તિને પોતાનો નંબર આપી કહ્યું- જ્યારે ઈચ્છો ત્યારે કરજો ફોન
નવાબ મલિકે બર્થ સર્ટિફિકેટ ટ્વીટ કરીને લખ્યું કે 'Sameer Dawood Wankhede નો અહીંથી શરૂ થયો ફર્જીવાડો' એક અન્ય તસવીર પણ શેર કરાઈ છે જેમાં લખવામાં આવ્યું છે કે પહેચાન કોન?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube