નવી દિલ્હી: મુંબઈના NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ પર પીછો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તેની ફરિયાદ મહારાષ્ટ્રના ડીજીપીને કરી છે અને CCTV ફૂટેજ પણ સોંપ્યા છે. સમીર વાનખેડેએ DGP ને કહ્યું કે પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેમનો પીછો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ રેકેટ વિરુદ્ધ છેડેલું છે અભિયાન
અત્રે જણાવવાનું કે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ડ્રગ્સ કેસના ખુલાસા સમીર વાનખેડેએ જ કર્યા છે. સમીર વાનખેડેની છબી એક કડક અધિકારીની છે. હાલના દિવસોમાં તેમના જ નેતૃત્વમાં એનસીબીએ અનેક મોટા સેલિબ્રિટી પર કાર્યવાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ એક ક્રૂઝ પર એક પાર્ટીમાં દરોડા બાદ આર્યનની ધરપકડ કર્યા પછી સમીર વાનખેડે ફરીથી એકવાર ચર્ચામાં છે. 


ભારતનું આ સ્થળ છે 'મિની સ્વિટ્ઝરલેન્ડ', જોઈને થશે જાણે તમે વિદેશમાં જ છો..હનીમૂન માટે છે બેસ્ટ જગ્યા, જુઓ PICS


સુશાંત કેસથી આવ્યા ચર્ચામાં
NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીથી લઈને આર્યન ખાન જેવી અનેક સેલિબ્રિટીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂક્યા છે. સુશાંત કેસ ટાણે જ તેમને એનસીબીમાં લાવવામાં આવ્યા હતા. એનસીબીમાં સમીરના આવ્યા બાદ સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં ઓછી માત્રામાં ડ્રગ્સની જપ્તીના પણ લગભગ 30 જેટલા કેસ નોંધાયા. 


Aryan Khan પર આ નેતાએ ટ્વિટ કરીને કહ્યું- 'મુસ્લિમ હોવાના કારણે પરેશાન કરવામાં આવે છે'


મારી નાખવાની મળી ચૂકી છે ધમકી
સમીર વાનખેડે 2008  બેચના આઈઆરએસ અધિકારી છે. NCB જોઈન કરતા પહેલા તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં હતા. એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે પણ કામ કરી ચૂક્યા છે. એર ઈન્ટેલિજન્સ યુનિટના ચીફ હતા ત્યારે વાનખેડેને અનેકવાર મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. જ્યારે તેમને સિક્યુરિટી કવર આપવાની રજૂઆત થઈ તો વાનખેડેએ ના પાડી દીધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube