CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા જ ચર્ચાઓનું બજાર ચગડોળે ચઢ્યું છે.

CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા જ ચર્ચાઓનું બજાર ચગડોળે ચઢ્યું છે. આ મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી તસવીર સામે આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. એક અખબારના અહેવાલ મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના ભેગા થઈને સરકાર બનાવી શકે છે. જ્યારે કોંગ્રેસ આ ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી શકે છે. 

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સરકાર બનાવવાને લઈને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે સોમવારે દિલ્હીમાં મેરેથોન ચર્ચા થઈ. અખબારે તો એવો પણ દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટીના એક નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું કે એનસીપી-શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. કોંગ્રેસ આ સરકારને બહારથી સમર્થન આપશે. આ ઉપરાંત કોંગ્રેસના જ એક નેતાને વિધાનસભામાં સ્પીકરની પોસ્ટ આપી શકાય છે. એનસીપીના આ નેતાએ કહ્યું કે અમે સરકાર નબાવવા માટે એ જ ફોર્મ્યુલા રાખ્યો છે જે 1995માં શિવસેના-ભાજપે નક્કી કર્યો હતો. 

અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું હતું કે ભાજપ-શિવસેનાને પૂર્ણ બહુમત મળેલુ છે. સરકાર બનાવવાની જવાબદારી તેમના પર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું શિવસેનાનો સીએમ બનાવવા માટે એનસીપી સમર્થન આપશે. તો તેના જવાબમાં પવારે કહ્યું કે અમને હજુ સુધી પૂછ્યું નથી. શિવસેના તરફથી હજુ સુધી કોઈએ વાત કરી નથી, ન અમારા તરફથી કોઈ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

શું છે નંબર ગેમ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામોમાં આ વખતે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 105, શિવસેનાને 56, કોંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળેલી છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 145 વિધાયકોની જરૂર પડે. શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news