)
NCRB Report: દર વર્ષે ભારત સરકારના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) વિભાગે દેશભરમાં થયેલા ગુનાઓના આંકડા એકત્ર કરે છે અને તેને એક રિપોર્ટના રૂપમાં પ્રકાશિત કરે છે. આ રિપોર્ટ માત્ર આંકડા નથી આપતા, પરંતુ જણાવે છે કે દેશમાં કયા રાજ્ય કે શહેરમાં કઈ રીતે ગુનાઓ વધ્યા છે અને કયાં સુધાર થયા છે.
2023નો NCRB રિપોર્ટ હવે સામે આવી ગયો છે અને તેના આંકડા ચોંકાવનારા છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓ ફરી વધ્યા છે, તો દેશભરમાં સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓમાં પણ ઝડપથી વધારો થયો છે. તેવામાં આવો જાણીએ મહિલાઓ વિરુદ્ધ ક્યાં સૌથી વધુ ગુનાઓ થાય છે અને ઓવરઓલ ક્રાઇમમાં કયું રાજ્ય ટોપ પર છે.
મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ ક્યાં થાય છે?
NCRB ના નવા અહેવાલ મુજબ, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ નોંધાયા છે. જોકે આ કેસોમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં દિલ્હી દેશના તમામ મોટા શહેરોમાં પ્રથમ ક્રમે છે. દરમિયાન, કુલ ગુનાઓની દ્રષ્ટિએ, દિલ્હી ઘણા રાજ્યો અને શહેરોને પાછળ છોડી ગયું છે. 2023 માં, દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 13,366 કેસ નોંધાયા હતા, જે મુંબઈના 6,025 અને બેંગલુરુના 4,870 કેસ કરતા ઘણા વધારે છે. જોકે, 2022 ની સરખામણીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 5.7 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ સંખ્યા 14,247 હતી. આમાં બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસા અને દહેજ મૃત્યુ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા અન્ય શહેરો કરતા બમણાથી વધુ છે.
ઓવરઓલ ક્રાઇમમાં કયું રાજ્ય ટોપ પર છે
NCRB નો રિપોર્ટ જણાવે છે કે દેશભરમાં સાયબર ગુનાઓમાં 31.2 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે 2022મા 65893 કેસ નોંધાયા હતા, હવે નવા રિપોર્ટ 2023મા 86420 ગુનાઓ નોંધાયા છે. તો ઓવરઓલ ક્રાઇમમાં કર્ણાટક ટોપ પર છે. અહીં 21889 કેસ નોંધાયા છે. આ સિવાય બીજા નંબર પર તેલંગણા છે. જેમાં 18236 કેસ સામે આવ્યા છે. તો ત્રીજા સ્થાન પર મધ્યપ્રદેશ છે, જ્યાં 10794 કેસ નોંધાયા છે. આ ગુનાઓમાં 9 ટકા મામલા માત્ર છેતરપિંડી સાથે જોડાયેલા છે. 2023મા કુલ 2,04,973 આર્થિક ગુનાઓ નોંધાયા, જેમાં 2022ના મુકાબલે છ ટકાનો વધારો થયો છે.