નવી દિલ્હી: બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને ધીરે ધીરે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં આ નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 20 કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા(Dr. Randeep Guleria)એ નવા સ્ટ્રેન વિશે કહ્યું કે તે ખુબ જ ચેપી છે અને તેનાથી આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો


કેટલો ખતરનાક છે કોરોનાનો આ નવો સ્ટ્રેન
નવા કોરોના સ્ટ્રેન વિશે જાણકારી આપતા એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 'કોવિડ-19 વાયરસે દુનિયાભરમાં અનેક જગ્યાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે. પરંતુ બ્રિટનથી શરૂ થયેલા આ નવા કોરોના સ્ટ્રેનને લઈને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તે વધુ ચેપી અને ઝડપથી ફેલાય છે.'


લાંબા સમયથી ભારતમાં નવો સ્ટ્રેન
રણદીપ ગુલેરિયાએ એવી શક્યતા પણ વ્યક્ત કરી કે નવો સ્ટ્રેન ઘણા લાંબા સમયથી ભારતમાં આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે 'એવું બની શકે કે બ્રિટનનો આ નવો સ્ટ્રેન નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારતમાં આવી ગયો હોય. આંકડા જણાવે છે કે આ સ્ટ્રેન ખુબ જ ઝડપથી ફેલાય છે. પરંતુ ભારતમાં કોરોના કેસમાં છેલ્લા 4 થી 6 અઠવાડિયા દરમિયાન કોવિડના કેસમાં કોઈ ભારે વધારો જોવા મળ્યો નથી.'


કોરોનાના નવા સ્ટ્રેનના ભારતમાં 20 કેસ, UK થી પાછા ફરેલા અનેક લોકો હજુ પણ ટ્રેસ ન થઈ શકતા સ્થિતિ 'ચિંતાજનક'


બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર રોક
નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા ભારત સરકારે બ્રિટનથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર લગાવેલી રોકને 7 જાન્યુઆરી 2021 સુધી આગળ વધારી છે. આ અગાઉ સરકારે 31 ડિસેમ્બર સુધી વિમાનોના ઓપરેશન પર રોક લગાવી હતી. 


ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થતા જ સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય


ભારતમાં અત્યાર સુધીમાં 20 કેસ
બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનથી અત્યાર સુધીમાં 20 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.  રિપોર્ટ મુજબ 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી લગભગ 33000 મુસાફરો ભારત આવ્યા હતા. જેમાંથી 100થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા.


Corona Vaccine: SECની બેઠકમાં SII અને Bharat Biotechના ડેટા પર ચર્ચા, Pfizerએ માંગ્યો વધુ સમય


કયા કયા દેશોમાં પહોંચી ગયો છે આ નવો સ્ટ્રેન?
અત્રે જણાવવાનું કે કોરોનાના આ નવા સ્ટ્રેનની સૌપ્રથમ પુષ્ટિ બ્રિટનમાં થઈ હતી ત્યારબાદ તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટન, ભારત, અમેરિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, લેબનાન, સિંગાપુર, અને નાઈજેરિયામાં કોરોનાના આ નવા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં કોરોનાનો એક નવો જ સ્ટ્રેન જોવા મળ્યો છે જે બ્રિટનમાં મળી આવેલા સ્ટ્રેન કરતા અલગ  છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube