દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ડો. ઉમરનો નવો ફોટો આવ્યો સામે, તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળ્યો

Delhi Car Blast : દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA કરી રહી છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકવાદી ડૉ. ઉમર વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, ઉમરનો એક નવો ફોટો સામે આવ્યો છે. આ ફોટો વિસ્ફોટના થોડા સમય પહેલાનો છે. ઉમરે એક મસ્જિદની મુલાકાત લીધી હતી. 

દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ડો. ઉમરનો નવો ફોટો આવ્યો સામે, તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળ્યો

Delhi Car Blast : 10 નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર આતંકવાદી ડૉ. ઉમર ચલાવી રહ્યો હતો, જેનું પણ આ વિસ્ફોટમાં મોત થયું હતું. વિસ્ફોટ પહેલા ઉમર ઘણા કલાકો સુધી લાલ કિલ્લાના પાર્કિંગમાં ઊભો રહ્યો હતો. પાર્કિંગ લોટના ગેટ પરના સીસીટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ઉમરનો ફોટો કેદ થયો હતો. હવે, ઉમરનો નવો ફોટો સામે આવ્યો છે.

દિલ્હી કાર બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમર વિસ્ફોટ પહેલા તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળ્યો હતો. ડૉ. ઉમરે સુનહેરી મસ્જિદ પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી અને કમલા માર્કેટ મસ્જિદમાં ગયો. એવું જાણવા મળ્યું હતું કે ઉમર 10 મિનિટ ત્યાં રોકાયો હતો.

Add Zee News as a Preferred Source

દિલ્હી પોલીસે પણ CCTV ફૂટેજમાં દેખાતી તસવીરની પુષ્ટિ કરી છે. આરોપી ઉમર ઉન નબી, લાલ કિલ્લા પાસેની તુર્કમાન ગેટ મસ્જિદમાં હતો. 10 નવેમ્બરના રો લાલ કિલ્લા પાસે ટ્રાફિકમાં એક i20 કાર ચાલી રહી હતી. મોડી સાંજે એક વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા છે, અને 24થી વધુ ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે કેસની તપાસ NIAને સોંપી દીધી છે.

માહિતી અનુસાર, પોલીસે આરોપીઓ, ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ કબજે કરી છે. તેમાં 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધીની તારીખો લખેલી મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડાયરીઓમાં ફરિદાબાદ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આશરે 25 લોકોના નામ હતા. પોલીસ અને તપાસ એજન્સીઓ આ નામોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news