વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીએ PNBને કહ્યું- કેસ ઉજાગર કરી તમે વસૂલીના બધા રસ્તા બંધ કરી દીધા

દેશના બેકિંગ ઇતિહાસના સૌથી મોટા બેકિંગ કૌંભાડના મુખ્ય કર્તાહર્તા નીરવ મોદીએ કહ્યું કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ કેસને સાર્વજનિક કરી તેણે લોન વસૂલવાના બધા રસ્તા બંધ કરી દીધા છે. આ સાથે જ નીરવ મોદીએ દાવો કર્યો છે કે પીએનબી દ્વારા બતાવવામાં આવેલી બાકી રકમ કરતાં ઘણી ઓછી છે. 

વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીએ PNBને કહ્યું- કેસ ઉજાગર કરી તમે વસૂલીના બધા રસ્તા બંધ કરી દીધા

મુંબઇ: દેશના બેકિંગ ઇતિહાસના સૌથી મોટા બેકિંગ કૌંભાડના મુખ્ય કર્તાહર્તા નીરવ મોદીએ કહ્યું કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ કેસને સાર્વજનિક કરી તેણે લોન વસૂલવાના બધા રસ્તા બંધ કરી દીધા છે. આ સાથે જ નીરવ મોદીએ દાવો કર્યો છે કે પીએનબી દ્વારા બતાવવામાં આવેલી બાકી રકમ કરતાં ઘણી ઓછી છે. પીએનબી મેનેજમેન્ટ 15/16 ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં નીરવ મોદીએ કહ્યું કે તેની કંપનીઓ પર બેંક દ્વારા બાકી લોન 5,000 કરોડથી ઓછી છે. પીટીઆઇ ભાષાએ આ પત્રની કોપી જોઇ છે. 

પત્ર અનુસાર, ''ખોટી રીતે બતાવવામાં આવેલી બાકી રકમ સાથે 'મીડિયામાં હોબાળો' થઇ ગયો અને પરિણામસ્વરૂપ તાત્કાલિક ધોરણે શોધખોળનું કામ થઇ શઇ ગયું અને પરિચાલન પણ બંધ થઇ ગયું.' પત્રમાં નીરવ મોદીએ લખ્યું કે ''તેનાથી કંપની પર બાકી લોન ચૂકવવાની અમારી ક્ષમતા ખતરામાં પડી ગઇ છે.'' ઉલ્લેખનીય છે કે મોદી પોતાના પરિવાર સહિત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ દેશ છોડીને ભાગી ગયો છે. 

તેમણે કહ્યું ''13 જાન્યુઆરીના રોજ મારી હાજરી છતાં બાકી લેણાને તાત્કાલિક મેળવવાની વ્યગ્રતામાં (બેંકે જાન્યુઆરી 14/15 જાન્યુઆરીના રોજ સાર્વજનિક કરી) તમારી (બેંક) કાર્યવાહીએ મારી બ્રાંડ અને વેપારને નષ્ટ કરી દીધો અને તેનાથી હવે બાકી લોન વસૂલવવાની તમારી ક્ષમતા સીમિત થઇ ગઇ છે. 

પત્રમાં તેના અને બેંકના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 અને 15 ફેબ્રુઆરીના રોજ લખવામાં આવેલા ઇમેલનો પણ ઉલ્લેખ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પીએનબીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પંજાબ નેશનલ બેંક (પીએનબી)ની મુંબઇ સ્થિત એક શાખામાં 1.8 અરબ ડોલરનું કૌભાંડ કરવામાં આવ્યું છે. બેંક દ્વારા શેર બજારો પાસે આપવામાં આવેલા નિયામકીય દાખલામાં તેની જાણકારી આપવામાં આવી છે. બેંકે સીબીઆઇ અને ઇડી પાસે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંકે નીરવ મોદી, તેની અમેરિકન પત્ની એમી, મામા મેહુલ મેહુલ ચોક્સી અને કેટલાક અન્ય લોકો વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવી હતી.  

બેંકને થયેલા 11000 કરોડ રૂપિયાના નુકસાનના દાવાના સંબંધમાં નીરવ મોદીએ કહ્યું કે ''જેમ કે તમે આ તથ્યથી માહિતગર છો કે આ હળાહળ ખોટું છે અને નીરવ મોદી કંપનીનું દેણું ઘણું ઓછું છે. તમારા દ્વારા ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પણ, સારા ઇરાદાથી હું પત્ર લખી રહ્યો છું કે કૃપયા મને ફાયરસ્ટાર કંપની અથવા બહુમૂલ્ય સંપત્તિ વેચવાની પરવાનગી આપો તથા ફક્ત ફાયરસ્ટાર જ નહી, પરંતુ ત્રણેય ફર્મોથી વસૂલી કરો.''

પોતાના બિઝનેસને 6500 કરોડનો ગણાવતાં તેણે કહ્યું, ''તેનાથી બેકિંગ સિસ્ટમની લોન ઓછી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ તેને એ પણ ઉમેર્યું કે હવે આ સંભવ નથી  કારણ કે તેના બધા ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે અને સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news