ગામનો નાનામાં નાનો ખાતેદાર સંમત ન થાય ત્યાં સુધી પ્રમોલગેશન નહી

વિધાનસભાનો આજનો દિવસ વિવિધ મુદ્દે તોફાની રહ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહેસુલ વિભાગનાં પ્રશ્નો ભારે ચર્ચામાં રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન નપટેલ વિધાનસભા ગૃહમાં જમીનનાં રિ સર્વે અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જમીન રી સર્વે મુદ્દે ગામનાં તમામ ખેડૂતોની સંતોષ છે તેવી સંમતી નહી સધાય ત્યાં સુધી પ્રમોલગેશને આખરી ગણવામાં આવશે. આ સરકારનું કાયદાકીય રીતે ચોક્કસ થવાનું કામ છે તેમાં કોઇને અન્યાય નહી થાય અથવા તો કોઇની જમીન કોઇને જતી રહે તેવું કંઇ જ થશે નહી.

ગામનો નાનામાં નાનો ખાતેદાર સંમત ન થાય ત્યાં સુધી પ્રમોલગેશન નહી

ગાંધીનગર : વિધાનસભાનો આજનો દિવસ વિવિધ મુદ્દે તોફાની રહ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહેસુલ વિભાગનાં પ્રશ્નો ભારે ચર્ચામાં રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં જમીનનાં રિ સર્વે અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જમીન રી સર્વે મુદ્દે ગામનાં તમામ ખેડૂતોની સંતોષ છે તેવી સંમતી નહી સધાય ત્યાં સુધી પ્રમોલગેશને આખરી ગણવામાં આવશે. આ સરકારનું કાયદાકીય રીતે ચોક્કસ થવાનું કામ છે તેમાં કોઇને અન્યાય નહી થાય અથવા તો કોઇની જમીન કોઇને જતી રહે તેવું કંઇ જ થશે નહી.

આ અંગે ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પ્રશ્નોતરી કાળ દરમિયાન સેટેલાઇટનાં રિ સર્વે કરવા ઉપરાંત હાલમાં જે જમીન માપણી થઇ તેને પ્રમોલગેશન કરવમાં આવે તો વર્ગ વિગ્રહ ફાટી નિકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં હાલનાં સર્વે મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

જમીનોનાં સેટેલાઇટ રિસર્વેમાં ભારે વિસંગતતાઓનાં કારણે સરકાર વિરુદ્ધ પર પણ ભારે વિસંગતતા હોવાનું જણાવ્યું હતું. જેનાં પગલે નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહયું કે, જ્યાં સુધી ગામનો નાનામાં નાનો ખાતેદાર સંમત નહી થાય ત્યાં સુધી પ્રમોલગેશન કરવામાં નહી આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news