દિલ્હી હિંસા: ખુલ્લેઆમ ગોળીઓ ચલાવનાર લાલ ટી શર્ટ પહેરેલા યુવકની થઇ ઓળખ

ઉત્તર પૂર્વી દિલ્હીની હિંસાના ફોટા અને વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ફોટામાં સૌથી વધુ વિચલિત કરનાર ફોટામાં યુવકના હાથમાં બંદુક જોવા મળી રહી છે.

Updated By: Feb 25, 2020, 09:02 AM IST
દિલ્હી હિંસા: ખુલ્લેઆમ ગોળીઓ ચલાવનાર લાલ ટી શર્ટ પહેરેલા યુવકની થઇ ઓળખ

નવી દિલ્હી: ઉત્તર પૂર્વી દિલ્હીની હિંસાના ફોટા અને વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ફોટામાં સૌથી વધુ વિચલિત કરનાર ફોટામાં યુવકના હાથમાં બંદુક જોવા મળી રહી છે.

એક ફોટામાં તો આ યુવક પોલીસકર્મી પર બંદુક તાણેલો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસે જાણકારી આપી છે કે આ યુવકની ઓળખ શાહરૂખ તરીકે થઇ છે. 
Delhi violence

તમને જણાવી દઇએ કે પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી એક પોલીસકર્મી સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. IPS ઓફિસર ACP ગોકુલપુરી અનુજ કુમાર પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે. તેમને મેક્સ પટપડગંજમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ ડીસીપી શાહદરા અમિત શર્માની સર્જરી ચાલી રહી છે. 

દિલ્હી પોલીસ કમિશ્નરે દિલ્હીના તમામ જિલ્લાના ડીસીપીને સખત આદેશ આપ્યા છે કે પરિસ્થિતિ કાબૂમાં રાખે, પથ્થરમારો અને આગચંપી ન થાય. આ ઉપરાંત દિલ્હીની તમામ ફોર્સને એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ ધાર્મીક સ્થળ પર સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે પોતાની ફોર્સને ઉપદ્વવીઓથી કડકાઇપૂર્વક સામનો કરવાના આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube