હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર! રક્ષામંત્રીને આપી દીધી આ સલાહ, VIDEO વાયરલ

Viral Video: ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે સેનાએ સૈન્ય શક્તિઓની સાથે બાલાજીની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ, તેમાં હું પોતે સેનાને સાથ આપવા માટે તૈયાર છું.

 હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર! રક્ષામંત્રીને આપી દીધી આ સલાહ, VIDEO વાયરલ

Trending Video: હાલમાં પહલગામમાં આતંકી હુમલા થયો , જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. એવામાં દેશના બુદ્ધિજીવીઓનું કહેવું છે કે દેશમાં બાબા બનેલા લોકો પર્ચી કાઢીને કેમ નથી બતાવતા કે આતંકી હુમલો થનાર છે. આ તમામ સવાલોની વચ્ચે ખુદ બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પોતાની શક્તિઓથી સેનાને સાથ આપવાની વાત કરતા નજરે પડે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે સેનાને સૈન્ય શક્તિઓની સાથે બાલાજીની શક્તિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેમાં હું પોતે સેનાનો સાથ આપવા માટે તૈયાર છું.

બાબા બાગેશ્વર કરવા જઈ રહ્યા છે સેનાની મદદ
વીડિયો  ઈન્ટરનેટ પર વાયરલ છે, જેમાં બાબા બાગેશ્વર કહેતા જોવા મળી રહ્યા છે કે હવે અમે રાષ્ટ્રહિતમાં પણ પોતાનો સહયોગ આપવા જઈ રહ્યા છીએ. સેનાને સૈન્ય શક્તિઓ સિવાય હનુમાનજીની દિવ્ય શક્તિઓનો પણ લાભ ઉઠાવે. અમે પોતે સેનાને સાથ આપવા માટે તૈયાર છીએ. અમે ઓફિશિયલ અધિકારી તો સેનામાં બની શકતા નથી, કારણ કે અમે ભણેલા ગણેલા નથી. પરંતુ પોતાની શક્તિઓથી સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરાવી શકીએ છીએ. આવનાર સમયમાં ક્યાં કઈ  ઘટના બની શકે છે તેણે જાણવા માટે સેનાને અમારી શક્તિઓનો સદઉપયોગ કરવો જોઈએ અને આ ઘટનામાં અમે રક્ષામંત્રી સાથે પણ વાત કરીશું.

— PunsterX (@PunsterX) April 27, 2025

ગુપ્ત રીતે દિવ્ય શક્તિઓથી અનહોનીને જાણી શકીશું!
ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર બાગેશ્વર બાબાએ વધુમાં કહ્યું કે અમે તેમણે આ જાણકારી ગુપ્ત રીતે બતાવીશું, કારણ કે બધા વચ્ચે બતાવીશું તો કોઈ અમને જ ઉડાવી દેશે. અમે હવે દેશહિતમાં પણ કામ કરવા માંગીએ છીએ જેથી રાષ્ટ્રનું ભલું થાય. મન કી બાત જણાવીને દેશનું ભલું થવાનું નથી. વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ છે, જેને લઈને યૂઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

યૂઝર્સ લઈ રહ્યા છે મઝા..
વીડિયોને @PunsterX નામના એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેણે અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે તો બીજી બાજુ ઘણા લોકોને વીડિયોને લાઈકૃ પણ કર્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું ઘોડાપુર આવ્યું છે. એક યૂઝર્સે લખ્યું...  બાબા કોઈને વીડિયોમાં નિશાન પર લઈ રહ્યા છે. એક બીજા યૂઝર્સે લખ્યું.. આ બાબા તો અભણ છે, પોતે પોતાના મોઢાથી બોલી રહ્યા છે. તો અન્ય એક યૂઝર્સે લખ્યું... લાગે છે બાબાની પાસે દિવ્ય શક્તિઓ હાલમાં આવી છે, પુલવામા અને પહલગામ સમયે બાબા માના પેટમાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news