નવી દિલ્હીઃ ગંગા નદીની સફાઈના દાવા કરી રહેલા અધિકારીઓને મોટો ઝટકો આપે એવો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ગંગા નદી જે 39 સ્થળોએથી પસાર થાય છે, તેમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, જે સ્થળે ગંગાનું પાણી પીવા લાયક છે તે પણ ચોમાસામાં પડેલા વરસાદને કારણે બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગા નદીના પાણીની ગુણવત્તાનો રિપોર્ટ
'ગંગા નદી જૈવિક જળ ગુણવત્તા આકલન- 2017-18' રિપોર્ટ અનુસાર ગંગા નદીના વહેણવાળા 41 સ્થળોમાંથી લગભગ 37 સ્થળોએ આ વર્ષે ચોમાસા પહેલા પાણીનું પ્રદૂષણ મધ્યમથી ગંભીર સ્તરની શ્રેણીમાં રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલો આ રિપોર્ટ તાજેતરમાં જ જાહેર કરાયો છે.  રિપોર્ટ અનુસાર, ચોમાસા પહેલા 41 સ્થળોમાંથી માત્ર ચાર સ્થળોએ પાણીની ગુણવત્તા સ્વચ્છ કે સામાન્ય પ્રદૂષિત હતી. ચોમાસા બાદ 39માંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક રહ્યું હતું. તેમાં જણાવાયું કે, ચોમાસા બાદ માત્ર હરિદ્વારમાં જ ગંગાનું પાણી 'સ્વચ્છ' હતું. 


જાણો.... કઈ-કઈ વસ્તુઓના GST દરમાં કરાયો ઘટાડો...મૂવી જોવાનું હવે બન્યું સસ્તું


બે વખત લેવાયા સેમ્પલ
ગુણાત્મક વિશ્લેષણ માટે ચોમાસા પહેલા અને ચોમાસા બાદ પાણીના બે વખત નમૂના લેવાયા હતા. જેને પાંચ શ્રેણીમાં મુકાયા હતા A-સ્વચ્છ, B-સામાન્ય પ્રદૂષિત, C-મધ્યમ પ્રદૂષિત, D- ખૂબ જ પ્રદૂષિત અને E-ગંભીર રીતે પ્રદૂષિત.


ગંગાની સહાયક નદીઓ પણ પ્રદૂષિત થઈ
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, ઉત્તરપ્રદેશની બે મોટી સહાયક નદીઓ પાંડુ નદી અને વરૂણા નદીના પાણીમાં પણ પ્રદૂષણ વધ્યું છે. ગંગા નદીની મુખ્યધારા પર એક પણ સ્થળ ગંભીર રીતે પ્રદૂષિત ન હતું, પરંતુ મોટાભાગના મધ્યમ રૂપે પ્રદૂષિત જોવા મળ્યા છે. 


24 કલાકની અંદર સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ, સ્ત્રી-પુરુષો માણી રહ્યા હતા મહેફિલ


રિપોર્ટમાં વધુ વિગતો આપતા જણાવાયું છે કે, ગંગાના વહેણ ધરાવાત 41 સ્થળોમાંથી લગભગ 37 સ્થળો પર આ વર્ષે ચોમાસા પહેલા પાણીનું પ્રદૂષણ મધ્યમથી ગંભીર શ્રેણીનું જોવા મળ્યું હતું. 


ભારતના વધુ સમાચાર જાણવા કરો ક્લિક...