મહિલા દિવસ પર કરેલા ટ્વીટનાં કારણે કોંગ્રેસ હાંસીને પાત્ર બન્યું: ટ્વીટર પર ટ્રોલીંગ

કોંગ્રેસ અગાઉ શ્રીદેવીને પદ્મ પુરસ્કાર આપવાનાં મુદ્દે પણ ટ્વીટ કરીને ફસાઇ ચુક્યું છે

Updated By: Mar 8, 2018, 08:46 PM IST
મહિલા દિવસ પર કરેલા ટ્વીટનાં કારણે કોંગ્રેસ હાંસીને પાત્ર બન્યું: ટ્વીટર પર ટ્રોલીંગ

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે વિવિધ પ્રકારનાં કાર્યક્રમો આયોજીત થાય છે. સંસદથી માંડીને માર્ગ સુધી મહિલાઓ અધિકારો અને મહિલા સશક્તિકરણ મુદ્દે ચર્ચાઓ થઇ પરંતુ બીજી તરફ દેશની મહત્વની પાર્ટી કોંગ્રેસે મહિલા દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું હતું. જો કે તે પોતાનાં ટ્વીટનાં કારણે કોંગ્રેસ ટ્રોલ થવા લાગ્યું હતું.

કોંગ્રેસે પોતાનાં ટ્વીટર હેન્ડલ પર એક પોલ બનાવ્યો. જેમાં મહિલાઓને પુછવામાં આવ્યું કે, તમે આ વખતે મહિલા દિવસ કઇ રીતે ઉજવવા જઇ રહ્યા છો ? ઓપ્શનમાં 1. પસંદગીનું ડ્રિંન્ક પીને. 2. જોર જોરથી હસીને. 3. મોડી રાત્રી સુધી ફરીને અને ચોથઉં ઓપ્શન હતું ઉપર આપેલ તમામન. સોશિયલ મીડિયા પર આ ઓપ્શન મુદ્દે પાર્ટીનું ટ્વીટર ટ્રોલ થવા લાગ્યું હતું.

લોકોએ કોંગ્રેસને સવાલો પુછતા કહ્યું કે, મહિલા સશખ્તિકરણનો અર્થ મોડી રાત સુધી ફરવું અને પસંદગીનાં ડ્રિંક્સ પીવાનો હોય છે? કોંગ્રેસના આ પોલ પર રોહિત અગ્રવાલ નામનાં યુઝરે લખ્યું કે, તમારા દ્વારા યાદીબદ્ધ ઓપ્શન્સ તમારા પોતાનાં નેતાઓ અને તેનાં પરિવારજનો માટે પ્રાસંગિક હોઇ શકે છે.

અન્ય એક યુઝરે આ ટ્વીટનાં રિપ્લાઇમાં નવો પોલ ક્રિએટ કર્યો હતો. સંજીવ ઘોષ નામનાં એક યુઝરે કોંગ્રેસનાં સવાલ પર ત્રણ ઓપ્શન આપ્યા પહેલો. કોંગ્રેસને દેશ બહાર ફેંકવું જોઇએ. બે કોંગ્રેસને ભારતમાં જ સમાપ્ત કરવું જોઇએ. ત્રણ ઉપરનાં તમામ.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોંગ્રેસ પોતાનાં ટ્વીટ્સનાં કારણે ટ્રોલ થઇ ચુકી છે. હાલમાં જ જાણીતી અભિનેત્રીનાં નિધન પર કરેલ શ્રદ્ધાંજલી ટ્વીટમાં કોંગ્રેસે પોતાનાં કાર્યકાળ દરમિયાન તેને પદ્મશ્રી એનાયત કરાયો હોવાનો ઉલ્લેખ કર્યા બાદ ફસાઇ ગયું હતું.