એવું મંદિર જ્યાં 8 કરોડના દાગીનાથી શણગારવામાં આવ્યા રાધા-કૃષ્ણ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરના ઐતિહાસિક ગોપાલ મંદિરમાં જન્માષ્ટમી (Janamashtami 2020)ના અવાર પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓને લગભગ આઠ કરોડ રૂપિયાના સોના અને કિંમત ઝવેરાતોથી શણગારવામાં આવ્યા છે.

એવું મંદિર જ્યાં 8 કરોડના દાગીનાથી શણગારવામાં આવ્યા રાધા-કૃષ્ણ

ગ્યાલિયર: મધ્ય પ્રદેશના ગ્વાલિયરના ઐતિહાસિક ગોપાલ મંદિરમાં જન્માષ્ટમી (Janamashtami 2020)ના અવાર પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓને લગભગ આઠ કરોડ રૂપિયાના સોના અને કિંમત ઝવેરાતોથી શણગારવામાં આવ્યા છે. આ ઝવેરાત સિંધિયા રાજવંશ (Scindia Dynasty) દ્વારા ગ્વાલિયર (Gwalior) નગર નિગમને આપવામાં આવ્યા છે. 

કોરોના વાયરસ મહામારીના લીધે આ વખતે મંદિરમા6 ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો નથી, જોકે દર્શન માટે મંદિરની બહાર મોટા-મોટા ટીવી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ભક્તોને ફેસબુક લાઇવ દ્વારા પણ દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

મંદિરમાં ભગવાનના જવેરાતની સુરક્ષા માટે હથિયારોથી સજ્જ પોલીસબળને તૈનાત કરવામાં આવ્યા છે. 

ગ્વાલિયરના ફૂલબાગમાં સિંધિયા રજવાડાનું ગોપાલ મંદિર છે. આ મંદિરમાં રાધા-કૃષ્ણ (Radha-Krishna)ની પ્રાચીન પ્રતિમા છે અને દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર પ્રતિમાઓને સોના-ચાંદીના ઝવેરાત પહેરાવવામાં આવે છે.

આ દાગીના સિંધિયા રાજવંશના ગ્વાલિયર નગર નિગમને સોંપવામાં આવ્યા હતા. દેશની આઝાદી બાદ આ દાગીના બેંકના લોકરમાં રાખવામાં આવ્યા પછી હાલ વર્ષ 2007થી આ દાગીનાને ફરીથી કાઢવામાં આવ્યા. હવે દર વર્ષે જન્માષ્ટમીના અવસર પર તેને રાધા-કૃષ્ણની પ્રતિમાનો શૃંગાર કરવામાં આવે છે.

નગર નિગમના કમિશ્નર સંદીપ માકિને જણાવ્યું હતું કે 'બુધવારે જન્માષ્ટમી પર પોલીસબળની સુરક્ષામાં બેંક લોકરમાંથી દાગીના, શૃંગાર સામગ્ર્રી અને ચાંદીના વાસણો લાવવામાં આવ્યા. પૂજા અર્ચના બાદ રાધા કૃષ્ણની પ્રતિમાનો શૃંગાર કરવામાં આવ્યો. રાત્રે એક વાગ્યા બાદ આ દાગીના જિલા કોષાલયમાં રાખવામાં આવશે. ત્યારબાદ સવારે આ દાગીનાને બેંકના લોકરમાં મુકી દેવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે રાધા-કૃષ્ણના શૃંગારમાં લગભગ આઠ કરોડ રૂપિયાના દાગી તથા અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સફેદ મોતીવાળા પંચગઢી હાર લગભગ આઠ લાખ રૂપિયાનીકિંમતનો છે. તો બીજી તરફ હારમાં 62 અસલી મોતી અને 55 પાના જોડાયેલા છે, તેની કિંમત 25 લાખ રૂપિયા છે. આ ઉપરાંત કૃષ્ણ ભગવાન માટે સોનાના તોડા અને સોનાનો મુકુટ છે, જેની કિંમત પણ લગભગ 80 લાખ રૂપિયા છે. 

રાધાજીના ઐતિહાસિક મુકુટમાં પુખરાજ અને માણિક જડિત પંખ છે અને વચ્ચે પન્ના લગાવેલો છે. ત્રણ કિલોગ્રામ વજનથી આ મુકુટની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તો બીજી લાગેલા 16 ગ્રામ પન્નાની કિંમત લગભગ 25 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news