શશિ થરૂરને મોદી સરકારે સોંપી મોટી જવાબદારી, દુશ્મનોના તો હવે ટાંટિયા ધ્રુજશે
કોંગ્રેસ ભલે શશિ થરૂરના નિવેદનોથી અસહજ મહેસૂસ કરે પરંતુ સરકારમાં બેઠેલા લોકોને તેમનું આ રાષ્ટ્રવાદી વલણ ખુબ ગમ્યું. હવે તેમને કદાચ આ વલણનું ઈનામ મળ્યું છે. મોદી સરકારે તેમને એક મોટી જવાબદારી આપી છે.
Trending Photos
India global campaign on Pak: ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ પોતાની નીતિ અને હાલની સૈન્ય કાર્યવાહીઓને વૈશ્વિક મંચ પર પ્રભાવી ઢબે રજૂ કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠલ એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળની રચના કરાઈ છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો સહિત પ્રમુખ આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશોના પ્રવાસે જશે. તેનો હેતુ દુનિયાને એ દર્શાવવાનો છે કે ભારતે આતંક વિરુદ્ધ કઈ રીતે નિર્ણયાક અને અસરકારક પગલાં ભર્યા છે. આ એક પ્રકારે પાકિસ્તાનનું પોલ ખોલો અભિયાન થવા જઈ રહ્યું છે.
સહયોગ અને સમર્થન ભેગુ કરવાની કોશિશ
અસલમાં આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન જ ભારતમાં આતંકવાદ પ્રાયોજિત કરે છે. આ કડીમાં આ પ્રતિનિધિમંડળ હાલમાં જ થયેલા ઓપરેશન સિંદૂર અને ભારતની સૈન્ય રણનીતિઓની જાણકારી શેર કરશે. ખાસ કરીને તે જણાવશે કે કઈ રીતે ભારતે આતંકવાદી નેટવર્કને જડમૂળથી ખતમ કરવા માટે સટીક અને સાહસિક સૈન્ય કાર્યવાહી કરી. આ ફક્ત ભારતનો પક્ષ રજૂ કરવાની કવાયત નથી પરંતુ અન્ય દેશોથી સહયોગ અને સમર્થન ભેગુ કરવાની પણ કોશિશ છે. જેથી કરીને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ આંતરરાષ્ટ્રીય માહોલ બનાવી શકાય.
ઓપરેશન સિંદૂરથી ભારે નુકસાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી પોતે એ સ્વીકારી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂરથી તેમને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં નૂર ખાન એરબેઝ જેવા મહત્ના ઠેકાણા ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. ડેલિગેશન આ તથ્યોને વિવિધ દેશો સામે રજૂ કરશે અને એ પણ જણાવશે કે ભારત હવે આતંકવાદ અંગે કોઈ નરમી વર્તશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું રક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક દિશામાં મજબૂત થઈ રહ્યું છે.
ઐતિહાસિક અને કૂટનીતિક જીત
ભાજપના નેતાએ આ પહેલને એક ઐતિહાસિક અને કૂટનીતિક જીત ગણાવી. તેમણે કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયને એ સ્પષ્ટ સંદેશ જશે કે ભારત હવે ફક્ત જવાબ નથી આપતો પરંતુ કાર્યવાહી કરે છે. પાકિસ્તાનની અસલિયત ધીરે ધીરે બધાની સામે આવી રહી છે અને દુનિયા સમજી રહી છે કે ભારતની સૈન્ય રણનીતિ ફક્ત બચાવ સુધી મર્યાદિત નથી પરંતુ નિર્ણાયક પ્રભાવ નાખનારી છે.
સાત સભ્યોવાળું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ
અત્રે જણાવવાનું કે ભારત સરકારે આ માટે સાત સભ્યવાળા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુર આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. અન્ય સભ્યોમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, અને બૈજયંત પાંડા, જેડીયુના સાંસદ સંજયકુમાર ઝા, ડીએમકેના કનિમોઝી કરુણાનીધિ, એનસીપી શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના શિંદે જૂથના સાંસદ શ્રીકાંત શિંદે સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દરેક પ્રતિનિધિમંડળ લગભગ પાંચ દેશોની મુલાકાત કરી શકે છે. આ પ્રવાસ 23 મેથી શરૂ થઈને 10 દિવસ ચાલશે.
સૂત્ર મુજબ શશિ થરૂરના નેતૃત્વવાળું પ્રતિનિધિ મંડળ અમેરિકા જઈ શકે છે. જ્યારે રવિશંકર પ્રસાદ મિડલ ઈસ્ટ જનારા પ્રતિમંડળનું નેતૃત્વ કરી શકે છે. કનિમોઝી રશિયા-સ્પેન જનારા પ્રતિનિધિમંડળનું જ્યારે સુપ્રિયા સૂલે સાઉથ આફ્રિકા, ઈજિપ્ત, કેન્યા જનારા પ્રતિનિધિમંડળનું, સંજય ઝા જાપાન અને મલેશિયા, શ્રીકાંત શિંદે UAE અને આફ્રિકન દેશો જનારા પ્રતિનિધિ મંડળનું તથા જય પાંડા વેસ્ટ યુરોપ જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી શકે છે.
વૈશ્વિક નેતાઓ અને થિંક ટેંકો સમક્ષ...
વિદેશ મંત્રાલયની યોજના મુજબ દરેક પ્રતિનિધિમંડળમાં સાંસદોની સાથે મંત્રાલયના અધિકારીઓ પણ રહેશે. પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના પુરાવાઓ ઘટનાઓ અને ભારતનો દ્રષ્ટિકોણ વૈશ્વિક નેતાઓ અને થિંક ટેંકો સમક્ષ રજૂ કરશે. અલગ અલગ ડેલિગેશન અલગ અલગ દેશોની મુલાકાત કરશે. મળતી માહિતી મુજબ અનુરાગ ઠાકુર, અપરાજિતા સારંગી, મનિષ તિવારી, અસદુદ્દીન ઓવૈસી, અમરસિંહ, રાજીવ પ્રતાપ રૂડી, સમિક ભટ્ટાચાર્ય, બૃજલાલ, સરફરાઝ અહેમદ, પ્રિયંકા ચતુર્વેદી, વિક્રમજીત સાહની, સસ્મિત પાત્રા, અને ભુનેશ્વર કલિતા સહિત વિવિધ પક્ષોના સાંસદો આ પ્રતિનિધિમંડળનો ભાગ હશે.
જો કે કોંગ્રેસમાં હાલ આ ઘટનાક્રમને લઈને હલચલ છે. ઓપરેશન સિંદૂર બાદ થરૂરના નિવેદનોએ પહેલેથી જ કેટલાક નેતાઓને નારાજ કર્યા હતા. કેટલાક નેતાઓને એવું લાગે છે કે થરૂર પાર્ટી લાઈનથી અલગ જઈને ભાજપના એજન્ડાને મજબૂત કરી રહ્યા છે. આવામાં હવે તેમને સરકાર તરફથી જવાબદારી મળવી એ પાર્ટી માટે અસહજ કરનારું છે. થરૂર પહેલા જ કહી ચૂક્યા છે કે તેમણે એક ભારતીય નાગરિક તરીકે પોતાનો મત રજૂ કર્યો હતો, કોંગ્રેસ તરફથી નહીં. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું તેના પર શું અધિકૃત નિવેદન આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે