ઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનને ગજબ બેવકૂફ બનાવ્યું! ડમી ફાઈટર વિમાનોની જાળમાં એવું તે ફસાયું...

Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમના કવચને તોડવા માટે ગજબની રણનીતિ અપનાવી હતી અને એવડી મોટી સિદ્ધિ મેળવી કે આ હંમેશા માટે ચોપડે નોંધાઈ જશે. 

ઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનને ગજબ બેવકૂફ બનાવ્યું! ડમી ફાઈટર વિમાનોની જાળમાં એવું તે ફસાયું...

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં જોવા મળેલા તણાવ દરમિયાન ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં એક અનોખી અને ચતૂર રણનીતિ અપનાવી હતી. 9-10 મેની રાતે વાયુસેનાએ પાઈલોટ વગરના ડ્રોનનો ઉપયોગ કર્યો. જે સુખોઈ-30 અને મિગ 29 જેવા ફાઈટર વિમાનો જેવા દેખાતા હતા. સામાન્ય રીતે ભારતીય સેનાઓ પોતાના મિસાઈલ પરીક્ષણો દરમિયાન તેનો ટાર્ગેટ તરીકે ઉપયોગ કરતા હોય છે. આ નકલી વિમાનોએ પાકિસ્તાની વાયુસેના અને તેમની એર ડિફેન્સ સિસ્ટમને દગો દઈ દીધો, જેનાથી ભારતને પાકિસ્તાનના 11 એરબેઝ પર સટીક હુમલો કરવાની તક મળી ગઈ. આ શાનદાર રણનીતિને સરળ શબ્દોમાં સમજીએ અને જાણીએ કે ભારતે આ કમાલ કેવી રીતે કર્યો. 

ઓપરેશન સિંદૂર
ઓપરેશન સિંદૂરમાં ભારતે 6 થી 10 મે સુધી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને સૈન્ય અડ્ડાઓ જેમ કે નૂર ખાન, સરગોધા, અને  ભોલારી એરબેઝ પર હુમલા કર્યા. આ હુમલામાં 15 બ્રહ્મોસ મિસાઈલોનો ઉપયોગ થયો જેણે પાકિસ્તાનની એર ડિફેન્સને ખુબ નુકસાન પહોંચાડ્યું. પરંતુ આ હુમલાની સફળતાનું રહસ્ય હતું IAFની નવી રણનીતિ, જેમાં નકલી ડ્રોનનો ઉપયોગ વિમાન તરીકે કરાયો હતો. 

Add Zee News as a Preferred Source

નકલી ડ્રોનની ચાલ, કેવી રીતે આપ્યો દગો
IAF એ પાઈલોટ વગરના ડ્રોનને એવી રીતે તૈયાર કર્યા કે તે રડાર અને ઈન્ફ્રારેડ સિગ્નલમાં સુખોઈ -30MKI અને મિગ 29 જેવા ફાઈટર વિમાનો જેવા દેખાય. આ ડ્રોન પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ માટે અસલી  જોખમની જેમ લાગ્યા. આ ચાલે આ રીતે કામ કર્યું....

- પાકિસ્તાન ભટકી ગયુ- આ નકલી ડ્રોને પાકિસ્તાનની ચીની HQ-9 મિસાઈલ સિસ્ટમને સક્રિય કરાવી દીધી. PAF ના ફાઈટર વિમાનોને ખોટી જગ્યાએ મોકલ્યા. તેનાથી પાકિસ્તાનના રડાર અને કમાન્ડ સેન્ટરની સ્થિતિ ઉજાગર થઈ. 

- રડારને નિશાન બનાવ્યા- જ્યારે પાકિસ્તાને પોતાના રડાર અને મિસાઈલ સિસ્ટમ ચાલુ કર્યા તો IAF એ ઈઝરાયેલ દ્વારા નિર્મિત હારોપ ડ્રોન (સ્યૂસાઈડ ડ્રોન)નો ઉપયોગ કર્યો. આ ડ્રોન રડારના તરંગોનો પીછો કરીને તેને નષ્ટ કરી નાખે છે. 

- હુમલાનો રસ્તો સાફ- પાકિસ્તાનની નબળી હવાઈ સુરક્ષા નબળી થયા બાદ IAF એ બ્રહ્મોસ મિસાઈલો દ્વારા 11 એરબેઝ પર સટીક હુમલા કર્યા. જેમાં ભોલારી અને નૂરખાન જેવા મોટા એરબેઝ પણ સામેલ હતા. 

કયા ડ્રોનનો ઉપયોગ થયો?
IAF એ ડ્રોનના મોડલ અંગે તો ખુલાસો કર્યો નથી પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે ભારતે લક્ષ્ય અને બંશી જેટ 40+ ડ્રોનનો ઉપયોગ કર્યો હશે.  ડ્રોન ખાસ કરીને એર ડિફેન્સ તાલિમ  અને યુદ્ધ રણનીતિ માટે બનાવવામાં આવ્યા છે. 

કેવી રીતે કામ કરી ગઈ રણનીતિ
IAF એ લક્ષ્ય અને બંશી ડ્રોનને અલગ અલગ રડાર અને ઈન્ફ્રારેડ સિગ્નલ સાથે મોકલ્યા, જેનાથી એવું લાગ્યું કે એક મોટો હવાઈ હુમલો થઈ રહ્યો છે. જેણે પાકિસ્તાનને પોતાની આખી એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવા માટે મજબૂર કર્યું. ફાઈટર વિમાનોને ખોટી જગ્યાએ મોકલ્યા. આ બધા વચ્ચે IAF એ અસલી હુમલાની તૈયારી કરી અને બ્રહ્મોસ મિસાઈલોથી 11 એરબેઝ પર હુમલો કર્યો. 

પાકિસ્તાને દાવો કર્યો કે તેણે IAF ના પાંચ વિમાનોને તોડી પાડ્યા. પરંતુ હવે ખબર પડી કે આ નકલી ડ્રોન હતા. એક્સ પર કેટલાક યૂઝર્સે લખ્યું લક્ષ્ય અને બંશી ડ્રોને PAF ને બેવકૂફ બનાવી. જેનાથી તેઓ વિચારવા લાગ્યા કે તેમણે એસલી જેટ્સને તોડી પાડ્યા. 

રણનીતિની સફળતા
પાકિસ્તાનની એર ડિફેન્સ પંગુ થઈ- નકલી ડ્રોને પાકિસ્તાનના રડાર અને મિસાઈલ સિસ્ટમને ઉજાગર કરી જેને હારોપ ડ્રોને નષ્ટ કરી નાખી. 

11 એરબેસ નષ્ટ- બ્રહ્મોસ મિસાઈલોએ પાકિસ્તાનના નૂર ખાન, ભોલારી અને રફિકી જેવા એરબેઝને તબાહ કર્યા જેમાં એક AWACS વિમાન પણ નષ્ટ થયું. 

મનોવૈજ્ઞાનિક જીત- પાકિસ્તાને ખોટી ખબરોમાં ગૂંચવેલું રાખ્યું અને ભારતે તેની રણનીતિ નબળી કરી. 

ભારતીય વાયુસેાએ સટીક રણનીતિના કારણે 23 મિનિટમાં જ 11 પાકિસ્તાની એરબેઝ પર હુમલો કરવામાં સફળતા મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news