PM મોદી રાત્રે 8 વાગે જ કેમ કરે છે દેશને સંબોધન? વિગતો જાણીને દંગ રહી જશો
Why PM Modi Address at 8 PM: પીએમ મોદીએ ગઈ કાલે રાત્રે 8 વાગે ઓપરેશન સિંદૂર બાદ દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ મોટાભાગના ઐતિહાસિક નિર્ણયો રાત્રે 8 વાગે જાહેર કર્યા છે. શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
Trending Photos
પીએમ મોદીએ સોમવારે રાતે 8 વાગે દેશને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત સંબોધન કર્યું. જેમાં દુશ્મનને અનેક ચેતવણીઓ પણ આપી. આ સંબોધન રાતે 8 વાગે થયું ત્યારબાદ લોકોના મનમાં ફરી એકવાર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પીએમ મોદી દર વખતે આ જ સમય પસંદ કેમ કરે છે?
મોટા ભાગના નિર્ણયો રાત્રે 8 વાગે જણાવ્યા
નોટબંધીનું ધૂંઆધાર એલાન હોય કે પછી કોરોના મહામારીમાં લોકડાઉનની જાહેરાત. પ્રધાનમંત્રી મોદીએ મોટાભાગના ઐતિહાસિક નિર્ણયો રાત્રે 8 વાગે જ દેશને જણાવ્યા છે. વર્ષ 2016માં નોટબંધી, 2019માં મિશન શક્તિ, આર્ટિકલ 370 હટાવવી, 2020માં જનતા કર્ફ્યૂ અને લોકડાઉન, આ તમામ નિર્ણયો રાત્રે 8 વાગે જ સામે આવ્યા. લોકોને મનમાં સવાલ ઘૂમરાયા કરે છે કે આખરે આ સમયે જ પીએમ મોદી કેમ નિર્ણય અંગે દેશને જણાવે છે.
8 નંબર પીએમ મોદી માટે ખાસ
અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બરે થયો હતો. જેનો સરવાળો કરીએ 1+7 = 8 તો 8 આવે. આ અંક શનિદેવ સાથે જોડાયેલો છે. જે ન્યાય, કર્મ અને સામાન્ય લોકોના દેવતા ગણાય છે. પીએમ મોદી હંમેશા ગરીબો, સફાઈકર્મી, અને મજૂરોને પોતાના કાર્યક્રમમાં સામેલ કરે છે. કારણ કે આ વર્ગ શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે 2019માં કુંભમાં સફાઈકર્મીઓના પગ ધોવા.
કર્મ, ન્યાય અને શનિદેવ
મોદીના નિર્ણયોમાં એક પ્રકારની સ્થિરતા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાની ભાવના હોય છે. જે શનિના ગુણ સાથે મેળ ખાય છે- કર્મ પ્રધાન અને નિષ્પક્ષ
રાતે 8 વાગ્યાનો સમય હોય છે સૌથી અસરકારક
આ સમય એવો હોય છે કે જ્યારે લોકો ટીવી જોતા હોય છે, ભોજન કરતા હોય છે કે પરિવાર સાથે બેઠા હોય છે. એટલે કે પીએમ મોદીની વાત એક સાથે અને તરત બધા સુધી પહોંચે છે. રાત્રે 8 વાગ્યે જે પણ જાહેરાત થાય છે તે સીધી લોકોના દિલ-દિમાગ સુધી પહોંચે છે. પછી ભલે તે આર્થિક નિર્ણય હોય, સુરક્ષા કે સ્વાસ્થ્ય સંલગ્ન હોય-આ ટાઈમિંગ સૌથી વધુ અસરકારક છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે