10 મેની મધરાતે એવું તે શું થયું કે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું, સીઝફાયરની ગુહાર લગાવી? ભારતે કર્યો હતો આ કમાલ

Operation Sindoor: ભારતીય સેનાએ 10મી મેના રોજ જબરદસ્ત સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધુ હતું. માત્ર ચાર એરસ્ટ્રાઈકે પાકિસ્તાનની હારની કહાની લખી નાખી અને તેમના ઓપરેશન બુનયાન અલ મર્સૂસનું 8 કલાકમાં જ સૂરસૂરિયું થઈ ગયું. 

10 મેની મધરાતે એવું તે શું થયું કે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું, સીઝફાયરની ગુહાર લગાવી? ભારતે કર્યો હતો આ કમાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા જબરદસ્ત સૈન્ય ઘર્ષણમાં ભારતીય સેનાએ એવું દમદાર પ્રદર્શન કર્યું કે જવાબમાં પાકિસ્તાને જે બુનયાન અલ મર્સૂસ ઓપરેશન શરૂ કર્યું હતું તે માત્ર 8 કલાકમાં જ પરાસ્ત થઈ ગયું અને પાકિસ્તાને અમેરિકાને યુદ્ધ વિરામ માટે ગુહાર લગાવવી પડી હતી. ભારતીય વાયુસેનાએ ચાર એવી જબરદસ્ત એર સ્ટ્રાઈક  કરી હતી જેણે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરી દીધું. રાફેલ અને સુખોઈથી છોડાયેલી મિસાઈલોએ પાકિસ્તાનના એરબેસ ચકલાલા, જૈકોબાબાદ અને ભોલારીને હચમચાવી નાખ્યા. પહેલી જ સ્ટ્રાઈકમાં પાકિસ્તાનની નોર્ધન એર કમાન્ડ તબાહ થઈ ગઈ હતી. 

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાન અને તેના આતંકી આકાઓની શાન ઠેકાણે લાવી દીધી. આ ફક્ત હુમલા નહતા પરંતુ ભારતની તાકાતનો સ્પષ્ટ સંદેશ હતો. પહેલી જ સ્ટ્રાઈકમાં ભારતીય વાયુસેનાએ નોર્ધન એર  કમાન્ડને તબાહ કરીને પોતાના ઈરાદાનો પરચમ દેખાડ્યો હતો. 

પહેલી એર સ્ટ્રાઈકમાં નૂરખાન એરબેઝ તબાહ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાન પર સટીક નિશાન લગાવનારી મિસાઈલો છોડી હતી. ભારતીય રાફેલ ફાઈટર વિમાનોથી છોડાયેલી SCALP મિસાઈલ અને સુખોઈ-30MKI થી છોડવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલોએ ઈસ્લામાબાદ પાસે આવેલા ચકલાલા એરબેઝ (નૂરખાન એરબેઝ) પર સટીક  હુમલો કર્યો. જે પાકિસ્તાનની નોર્ધન એર કમાન્ડનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર હતું, જે પહેલા જ હુમલામાં તબાહ થઈ ગયું હતું. 

બીજી અને ત્રીજી સ્ટ્રાઈકમાં પાકિસ્તાનની બધી તૈયારીઓ વેરવિખેર
આગળની સ્ટ્રાઈક્સમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ, વિમાન અને ગ્રાઉન્ડ એસેટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. સટીકતા એટલી જબરદસ્ત હતી કે દુશ્મનના પલટવારની કોશિશો ધરાશાયી થઈ ગઈ. 

ચોથી અને અંતિમ સ્ટ્રાઈક જૈકોબાબાદ અને ભોલારી પર
ભારતીય વાયુસેનાની અંતિ સ્ટ્રાઈકે જૈકોબાબાદ અને ભોલારી એરબેઝને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યા. આ બંને ઠેકાણાઓ પરથી પાકિસ્તાનને જવાબી કાર્યવાહીની આશા હતી પરંતુ ભારતીય મિસાઈલોનો જે વરસાદ થયો તેના લીધે તે ઘૂંટણિયે પડવા માટે મજબૂર થયું. 

S-400 અને બ્રહ્મોસનું તાંડવ
ઓપરેશન સિંદૂરમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમે પણ જબરદસ્ત કામ કર્યું અને પાકિસ્તાનની એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ SAAB-2000 AEW&C ને 315 કિલોમીટર દૂર સુધી પહોંચીને નષ્ટ કરી. 

અમેરિકાને લગાવી ગુહાર
આ ચાર સ્ટેજની સ્ટ્રાઈક્સ બાદ પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ હતી કે તેણે તરત અમેરિકાને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી અને યુદ્ધવિરામની માંગણી કરી. 10મી મેના રોજ શરૂ થયેલા ઓપરેશન બુનયાન અલ મર્સૂસ જેને પાકિસ્તાને 48 કલાકની કાર્યવાહી ગણાવી હતી તે માત્ર 8 કલાકમાં દમ તોડી ગયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news