ગુજરાતી ન્યૂઝIndiaપાકિસ્તાનની સરખામણીમાં ભારત કેટલું તાકતવર ? જાણો બંને દેશોની સૈન્ય શક્તિ

પાકિસ્તાનની સરખામણીમાં ભારત કેટલું તાકતવર ? જાણો બંને દેશોની સૈન્ય શક્તિ

India Vs Pakistan : કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ દેશમાં હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, આખરે પાકિસ્તાન સામે બદલો કેવી રીતે લેવામાં આવશે ? દેશે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જોઈ છે, હવે પાકિસ્તાન પર ભારત કેવી રીતે તબાહી મચાવશે ? 

પાકિસ્તાનની સરખામણીમાં ભારત કેટલું તાકતવર ? જાણો બંને દેશોની સૈન્ય શક્તિ

India Vs Pakistan : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં આવી ગયું છે. બુધવારે યોજાયેલી સીસીએસની બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોટી જાહેરાત એ હતી કે ભારતે સિંધુ જળ સંધિને અટકાવી દીધી છે. પાકિસ્તાનીઓના વિઝા પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. હવે આ ઘોષણાઓ વચ્ચે દેશના દરેક નાગરિકના મનમાં એક પ્રશ્ન છે કે પાકિસ્તાન સામે બદલો કેવી રીતે લેવામાં આવશે ? 

ભારતની તાકાત

Add Zee News as a Preferred Source

ભારત પાકિસ્તાનથી ઘણું આગળ છે, ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ 2025 રિપોર્ટ દર્શાવે છે કે સૈન્ય શક્તિના સંદર્ભમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. ભારત આ મામલે ચોથા સ્થાને છે તો પાકિસ્તાન 12મા સ્થાને છે. જો આપણે સક્રિય સૈનિકોની વાત કરીએ તો ભારતની સંખ્યા 14.55 લાખ છે, જ્યારે અનામત દળની વાત કરીએ તો ત્યાં પણ આ આંકડો 11.55 લાખ સુધી છે. ભારત અર્ધલશ્કરી સૈનિકોની સ્થિતિમાં પણ ઘણું મજબૂત બન્યું છે. હાલમાં અર્ધલશ્કરી દળોના જવાનોની સંખ્યા 25.27 લાખ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું સંરક્ષણ બજેટ પણ ઝડપી ગતિએ વધ્યું છે. જો આંકડાની વાત કરીએ તો હવે ભારતનું સંરક્ષણ બજેટ 77.4 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.

ભારતીય વાયુસેનાની વાત કરીએ તો અહીં પણ ભારત ખૂબ શક્તિશાળી છે. ભારત પાસે હાલમાં 2,229 એરક્રાફ્ટ, 600 ફાઈટર જેટ અને 899 હેલિકોપ્ટર છે. નૌકાદળની તાકાત પણ હવે અભૂતપૂર્વ બની ગઈ છે, 150 યુદ્ધ જહાજ, 18 સબમરીન અને 2 એરક્રાફ્ટ કેરિયર્સ (INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત) પણ તાકાત આપી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો વિનાશક હથિયારોની તો T-90 ભીષ્મ, અર્જુન ટેંક, બ્રહ્મોસ મિસાઈલ, પિનાકા રોકેટ સિસ્ટમ કોઈપણ દુશ્મનને મુશ્કેલ સમય આપી શકે છે.

ભારત કરતાં પાકિસ્તાન ઘણું પાછળ

ભારત પાસે હાલમાં 606 ફાઈટર એરક્રાફ્ટની 31 સ્ક્વોડ્રન છે. તેજસ Mk 1 અને Mk 1S જેવા અન્ય ઘણા વિમાનો આવનારા સમયમાં ઉમેરવામાં આવશે. ભારતે ટેન્કના મામલે પણ ઘણી પ્રગતિ કરી છે, તે છઠ્ઠા સ્થાને છે. હાલમાં ભારત પાસે 4,614 ટેન્ક અને 1,51,248 બખ્તરબંધ વાહનો છે. પાકિસ્તાનની વાત કરીએ તો તેની પાસે માત્ર 6.54 લાખ સક્રિય સૈનિકો છે, તેની એરફોર્સ પાસે હાલમાં 1399 એરક્રાફ્ટ છે. તેમના કાફલામાં 328 ફાઈટર જેટ અને 57 એટેક હેલિકોપ્ટર રાખવામાં આવ્યા છે.

જો આપણે પાકિસ્તાનની નૌકાદળ પર નજર કરીએ તો તેની પાસે 8 સબમરીન છે, તેમ છતાં તેની પાસે કોઈ એરક્રાફ્ટ કેરિયર નથી. આ સમયે, પાકિસ્તાનને માત્ર એ વાત પર બડાઈ મારે છે કે તેની પાસે 100 કિમીની રેન્જની ફતહ-2 રોકેટ સિસ્ટમ છે, જે મિસાઈલ ડિફેન્સને ડોજ કરવાની શક્તિ ધરાવે છે. આ સિવાય તેની એરફોર્સ પાસે ચીનના J-10 અને JF 17 ફાઈટર પ્લેન પણ છે. પરંતુ આ રોકેટનો પાકિસ્તાને એક પણ વખત યુદ્ધમાં ઉપયોગ કર્યો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news