Pahalgam Terror Attack : આતંકવાદીઓનું 'પાક કનેક્શન' કોડ વર્ડમાં હતા નામ...આખા શરીર પર લગાવેલા હતા બોડી કેમ
Pahalgam Terror Attack : પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તેમના નામ કોડ વર્ડમાં હતા અને તેમના આખા શરીર પર બોડી કેમ્સ જોડાયેલા હતા.
Trending Photos
Pahalgam Terror Attack : હવે પહલગામ આતંકી હુમલાને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે, 26 નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરનારા ચાર આતંકીઓની તસવીરો સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે આતંકવાદીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. હુમલો કરનારા આ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે, તેમની ઓળખ થઈ ગઈ છે. આમાંથી એક આતંકી આસિફ શેખ જૈશ-એ-મોહમ્મદનો આતંકી હોવાનું કહેવાય છે. ચારમાંથી ત્રણ આતંકીઓના નામ પણ સામે આવ્યા છે. તેઓના કોડ નેમ હતા, આસિફ ફૌજીનું નામ મુસા, સુલેમાન શાહનું નામ યુનુસ, અબુ તલ્હાનું કોડ નેમ આસિફ હતું, ત્રણેય આતંકવાદીઓના આ કોડ નેમ હતા.
આતંકવાદીઓના આખા શરીર પર બોડી કેમેરા લગાવવામાં આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ બોડી કેમ્સ પહેર્યા હતા અને તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓને માથું નમાવવા કહ્યું અને પછી એકે-47 અને અમેરિકન એમ-14 રાઈફલોથી ગોળીબાર શરૂ કર્યો. તપાસ એજન્સીઓએ ત્રણેય શકમંદોના સ્કેચ પણ જાહેર કર્યા હતા, જેના પછી તરત જ ચાર આતંકવાદીઓની તસવીરો પણ સામે આવી છે.
હુમલાના સ્થળેથી હાઈટેક કોમ્યુનિકેશન સાધનો મળી આવ્યા
પહલગામ હુમલાની તપાસ કરી રહેલી ગુપ્તચર એજન્સીઓને ઘટના સ્થળની નજીક ખૂબ જ હાઈટેક કોમ્યુનિકેશન સાધનો મળ્યા છે, જે દર્શાવે છે કે આતંકવાદીઓને ક્યાંક બહારથી લોજિસ્ટિકલ સપોર્ટ અને સહયોગ મળી રહ્યો હતો. ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે હુમલાખોર આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા ઓપરેટિવ્સના સીધા સંપર્કમાં હતા અને ત્યાં બેઠેલા તેમના આકાઓ તમામ માહિતી લાઈવ મેળવી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે